IND vs PAK, T20 World Cup 2021: T20i માં ટીમ ઇન્ડીયાની પ્રથમ વાર 10 વિકેટ થી શરમજનક હાર, પાકિસ્તાનની ટીમે મેળવી જીત

|

Oct 24, 2021 | 11:13 PM

ભારતીય ટીમે (Team India)ના બેટ્સમેનોની નિષ્ફળતાને લઇને ટી20 ક્રિકેટમાં પ્રથમ વાર 10 વિકેટે કારમી હાર મેળવી હતી.

IND vs PAK, T20 World Cup 2021: T20i માં ટીમ ઇન્ડીયાની પ્રથમ વાર 10 વિકેટ થી શરમજનક હાર, પાકિસ્તાનની ટીમે મેળવી જીત
Babar Azam-Rishabh Pant

Follow us on

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે દુબઇમાં ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) ની મેચ રમાઇ હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે (Babar Azam) ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનુ પંસદ કર્યુ હતુ. પાકિસ્તાનના ઓપનરોએ ભારતે આપેલા પડકારને વિના વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. ભારતીય ટીમ માટે પાકિસ્તાનના હાથે શરમજનક હાર મેળવી હતી. ભારતે આપેલા 152 રનના પડકારને 18 મી ઓવરમાં જ પાર પાડી લઇને પાકિસ્તાને પ્રથવાર ભારત સામે વિશ્વકપમાં જીત મેળવી હતી.

ભારતીય ટીમના ઓપનરો પાણીમાં બેસી જવાને લઇને ટીમની રણનિતી મુજબનુ ટાર્ગેટ હાંસલ થઇ શક્યુ નહોતુ. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને રિષભ પંતની રમતને લઇને સ્કોર બોર્ડ પડકારજનક સ્થિતીએ પહોંચી શક્યુ હતુ. ભારતીય બોલરો એ પણ બેટ્સમેનોની માફક જ રમત દર્શાવી હતી. તેઓ પણ વિકેટને શોધતા રહી ગયા અને બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન એમ બંને હરીફ ઓપનરોએ વિશાળ ભાગીદારી નોંધાવી દીધી હતી. આમ બાજી ભારતના હાથમાં આવી શકી જ નહોતી.

 

'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો

પાકિસ્તાનની બેટીંગ ઇનીંગ

ભારતીય બોલરો સામે મક્કમતા પૂર્વક રમત બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને રમી હતી. બંને ઓપનરોએ અર્ધશતકિય ઇનીંગ રમી હતી. બંને એ ભારતીય બોલરોને કોઇ જ મોકો આપ્યો નહોતો અને પોતાની રમતને આગળ વધારવા સાથે જીત ની નજીક પહોંચતા સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. બંને એ સીંગલ અને ડબલ રન લેવાનો નીતી અપનાવી હતી. સાથે જ બાબરે રન ચેઝ કરવાનો લીધેલો નિર્ણય સફળ કરવા રુપ રમત રમી હતી.

 

બાબર અને રિઝવાન બંને અણનમ રમત રમી હતી. રિઝવાને 55 બોલમાં 79 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે 3 છગ્ગા અને 6 ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે કેપ્ટન બાબરે 52 બોલમાં 68 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 6 ચોગ્ગા લગાવ્યા હતા. ભારતીય ટીમને આમ 10 વિકેટે પરાજય આપ્યો હતો. જ્યારે પાકિસ્તાન ટી20 વિશ્વકપમાં પ્રથમ વાર જીત મેળવી શક્યુ હતુ.

 

ભારતીય બોલીંગ

જેમ ટીમ ઇન્ડીયાના બેટ્સમેનો દશેરાએ ઘોડા ના દોડાવી શક્યા એમ જ બોલરો પણ પોતાનો દમ દર્શાવી શક્યા નહોતા. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. જસપ્રિત બુમરાહે 3 ઓવરમાં 22 રન આપ્યા હતા. જ્યારે સૌથી વધુ મોહમ્મદ શામીએ 3.5 ઓવરમાં 43 રન આપ્યા હતા. ભૂવનેશ્વર કુમારે 3 ઓવરમાં 25 રન આપ્યા હતા.

 

ટીમ ઇન્ડીયા બેટીંગ ઇનીંગ

ભારતે ખૂબ જ ખરાબ શરુઆત કરી હતી. ભારતીય ફેન્સને નિરાશ કરતી રમત ઓપનરોએ રમી હતી. કેએલ રાહુલ અને રોહિત શર્મા એમ બંને ઓપનરો માત્ર 6 રનના સ્કોર પર જ પેવેલિયન પરત આવી ચુક્યા હતા. રોહિત શર્માએ તેના પ્રથમ બોલ ને રમવા જતા જ આઉટ થયો હતો. તે એલબીડબલ્યુ વિકેટ ગુમાવી બેઠો હતો. ત્યાર બાદ કેએલ રાહુલ પણ માત્ર 3 રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે સૂર્યકુમારે વિરાટ કોહલીને સાથ પૂરાવતી રમત રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે 11 રન કરીને આઉટ થયો હતો.

વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન ફટકાર્યા હતા. તેણે 1 છગ્ગો અને 5 ચોગ્ગા લગાવ્યા હતા. તેની આ ઇનીંગ ભારતને પડકારજનક સ્કોર પર પહોંચાડ્યુ હતુ. રિષભ પંતે પણ જબરદસ્ત રમી ને નિરાશ ભારતીય ફેન્સને ખૂશ કરી દીધા હતા. તેણે નિરાશાના વાદળોને હટાવતી રમત રમી હતી. રિષભ પંતે 30 બોલની રમત રમી હતી. તેણે 39 રન કર્યા હતા. પંતે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 13 બોલમાં 13 રનની ઇનીંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ 11 રન અને ભૂવનેશ્વર કુમારે 5 રન અણનમ કર્યા હતા.

પાકિસ્તાનની બોલીંગ ઇનીંગ

શાહિન શાહ આફ્રિદીએ પાકિસતાનની છાવણીમાં શરુઆતમાં જ ખુશીઓની લહેર દોડાવી દીધી હતી. ભલે તેને કોહલીએ નિષ્ફળ બનાવી દીધી હતી. શાહિને 3 વિકેટ ઝડપી હતી. તેણે રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીની વિકેટ ઝડપી હતી. તેણે 31 રન આપ્યા હતા. હસન અલીએ 4 ઓવરમાં 44 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે શાદાબ ખાને 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ મેળવી હતી. હરિસ રઉફે 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ઇમાદ વાસિમે 2 ઓવરમાં 10 રન આપ્યા હતા.

 

પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલીના બેટે જે કામ કરી બતાવ્યું તે ICC ઈવેન્ટમાં પાકિસ્તાન સામે કોઈ કરી શક્યું નથી

આ પણ વાંચો: T20 World Cup 2021: મહેન્દ્રસિંહ ધોની ટીમ ઇન્ડીયાની નવી જર્સીમાં જોવા મળ્યો, નવા લૂકને ફેન્સે વાયરલ કરી દીધુ

Published On - 11:02 pm, Sun, 24 October 21

Next Article