ટુર્નામેન્ટની સૌથી વધુ હાઇ વોલ્ટેજ મેચ ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) માં આજે રમાશે. દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ટીમો સામ-સામે હશે. માત્ર આ બે દેશો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આ મેચ પર ટકી રહેશે. આ જ કારણ છે કે આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ વિશ્વના 200 દેશોમાં કરવામાં આવશે. પાકિસ્તાન અને ભારત વચ્ચે અત્યાર સુધીમાં 8 T20 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ સાત મેચ જીતી છે. વર્લ્ડ કપમાં દરેક વખતે પાડોશી દેશને હારનો સામનો કરવો પડ્યો છે.
24 ઓક્ટોબરે બંને ટીમો બે વર્ષ બાદ એકબીજા સામે ટકરાશે. છેલ્લી વખત 2019 માં વનડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ભારતે પાકિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું. વનડે વર્લ્ડ કપમાં પણ ભારતનુ પલડું પાકિસ્તાન પર ભારે રહી છે.
ભારતે તેની બંને પ્રેક્ટિસ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વોર્મ-અપ મેચમાં ઈંગ્લેન્ડને અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાનની ટીમે એક મેચ જીતી હતી અને એક મેચ હારી હતી. પાકિસ્તાને વિન્ડીઝ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચ જીતી હતી, જ્યારે બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ તેને હરાવ્યું હતું. બંને પાડોશી દેશો વચ્ચેના તણાવને કારણે બંને ટીમો એકબીજા સાથે દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. બંને ટીમો વચ્ચે છેલ્લી મુકાબલો ઈંગ્લેન્ડમાં 2019 ODI વર્લ્ડ કપ મેચ દરમિયાન થયો હતો.
ભારત અને પાકિસ્તાનની ટીમો 24 ઓક્ટોબર (રવિવારે) સામ-સામે હશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2021 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર જુદી જુદી ભાષાઓમાં જોઈ શકાય છે.
ડિઝની+હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઇન જોઇ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (wk), હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, ભુવનેશ્વર કુમાર વરુણ ચક્રવર્તી અને રાહુલ ચાહર
પાકિસ્તાન (અંતિમ 12 ખેલાડીઓ): બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હરિસ રઉફ, હસન અલી, શાહીન શાહ આફ્રિદી અને હૈદર અલી