T20 World Cup 2024: કેપ્ટન પર પ્રતિબંધ લગાવવો જોઈએ, 5 રનની પેનલ્ટી પર વીરેન્દ્ર સેહવાગે કેમ આવું કહ્યું?

|

Jun 13, 2024 | 8:00 PM

ભારત અને અમેરિકા વચ્ચેની મેચમાં અમેરિકન ટીમને 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેનું કારણ ICCના નિયમનું ઉલ્લંઘન હતું. ICCનો નિયમ છે કે એક ઓવર ખતમ થયા બાદ બીજી ઓવર 60 સેકન્ડની અંદર શરૂ થવી જોઈએ પરંતુ અમેરિકન ટીમ આ કરવામાં નિષ્ફળ રહી અને ભારતને મફતમાં 5 રન મળ્યા. આ મુદ્દે ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે શાનદાર ટિપ્પણી કરી છે.

T20 World Cup 2024: કેપ્ટન પર પ્રતિબંધ લગાવવો જોઈએ, 5 રનની પેનલ્ટી પર વીરેન્દ્ર સેહવાગે કેમ આવું કહ્યું?
Virender Sehwag

Follow us on

T20 વર્લ્ડ કપ 2024માં ICCનો એક નિયમ અમલમાં આવ્યો હતો, જે મુજબ એક ઓવર ખતમ થયા બાદ બીજી ઓવર 60 સેકન્ડની અંદર શરૂ થવી જોઈએ. પરંતુ અમેરિકન ટીમ ભારત સામેની મેચમાં આ કરવામાં નિષ્ફળ રહી અને પરિણામ એ આવ્યું કે તેને પાંચ રનનો દંડ ફટકારવામાં આવ્યો. દર વખતે અમ્પાયરે અમેરિકન કેપ્ટન એરોન જોન્સને ચેતવણી આપી હતી, પરંતુ જ્યારે તેણે ત્રીજી વખત તેનું ઉલ્લંઘન કર્યું ત્યારે ભારતીય ટીમને પાંચ રન આપવામાં આવ્યા હતા.

સ્ટોપ ક્લોકના નિયમ પર સેહવાગની ટિપ્પણી

જે સમયે અમેરિકા પર પાંચ રનની આ પેનલ્ટી લગાવવામાં આવી હતી તે સમયે મેચ ખૂબ જ રોમાંચક મોડ પર હતી અને સ્ટોપ ક્લોકના નિયમનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળ્યો હતો. અંતે ટીમ ઈન્ડિયા મેચ જીતી ગઈ અને હવે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે આ મુદ્દે શાનદાર ટિપ્પણી કરી છે.

‘કેપ્ટન પર પ્રતિબંધ મૂકવો જોઈએ’

ક્રિકબઝ શોમાં આ મુદ્દા પર ચર્ચા કરતી વખતે વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે ઓવર મોડી શરૂ કરવા પર પાંચ રનની પેનલ્ટીને બદલે કેપ્ટન પર એક મેચ માટે પ્રતિબંધ લગાવવો જોઈએ. આ પછી જે બોલરને તેના કેપ્ટન સાથે સમસ્યા છે, તે એક ઓવર લેટ કરી તેને બેન કરાવી દે.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

અમેરિકન હેડ કોચે ભૂલ સ્વીકારી

અમેરિકાના મુખ્ય કોચ સ્ટુઅર્ટ લો પણ અમેરિકાની લેટ ઓવરની ભૂલથી નારાજ છે. તેમણે કહ્યું કે, અમેરિકન કેપ્ટને મેદાન પરના અમ્પાયરોની બે ચેતવણીઓ બાદ સતર્ક રહેવું જોઈતું હતું. લોએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમને અગાઉની મેચોમાં કેટલીક ચેતવણીઓ મળી હતી અને અમારે ઓવર વહેલી શરૂ કરવી જોઈતી હતી. અમે નવી ટીમ છીએ અને અમારે આ મામલે સુધારો કરવો પડશે.

અમેરિકા પાસે સુપર-8માં પહોંચવાની તક

જો કે, અમેરિકાએ T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં આ ટીમ પ્રથમ વખત હારી છે. તેમણે પાકિસ્તાન અને કેનેડાને હરાવ્યું છે અને હવે સુપર 8માં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે. અમેરિકાએ તેની આગામી મેચ શુક્રવારે ફ્લોરિડામાં આયર્લેન્ડ સામે રમવાની છે. જોકે, દુઃખદ સમાચાર એ છે કે ફ્લોરિડામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ મેચ થવી લગભગ અશક્ય છે. જો આ મેચ રદ્દ થાય છે અને પોઈન્ટ્સ વહેંચાય છે તો આયર્લેન્ડ અને પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને ગ્રુપ Aમાંથી ટીમ ઈન્ડિયા બાદ અમેરિકા સુપર-8માં પહોંચી જશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : પાકિસ્તાન બહાર થશે તો બાબર આઝમનું શું થશે? PCBએ લીધો ચોંકાવનારો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:58 pm, Thu, 13 June 24

Next Article