બરોડાથી બાર્બાડોસ, વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ હાર્દિક પંડ્યાને યાદ આવ્યું બાળપણ, શેર કર્યો વીડિયો

ભારતીય ટીમને ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતાડવામાં અનેક ખેલાડીઓએ મહત્વની ભુમિકા નિભાવી છે. જેમાં હાર્દિક પંડ્યાનું નામ કેમ ન આવો. આ ટૂર્નામેન્ટમાં 11 બેટ્સમેનોને આઉટ કર્યાની સાથે 144 રનનો સ્કોર પણ બનાવ્યો છે. હાર્દિક પંડ્યાએ બાળપણનો વીડિયો શેર કર્યો છે.

બરોડાથી બાર્બાડોસ, વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ હાર્દિક પંડ્યાને યાદ આવ્યું બાળપણ, શેર કર્યો વીડિયો
| Updated on: Jun 30, 2024 | 11:36 AM

કપિલ દેવે 1994માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ત્યારથી ભારતને ફાસ્ટ બોલિંગ કરનાર ઓલરાઉન્ડરની જરુર હતી જે એક મેચ વિનર સાબિત થાય ઈરફાન પઠાણથી લઈ અજીત અગરકર સુધી અનેક એવા નામો છે જે બંન્નેમાં સફળ રહ્યા ન હતા. 2016માં હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતુ. હાર્દિકે બેટ અને બોલ બંન્નેથી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ટી20 વર્લ્ડકપ 2024માં હાર્દિકે ફરી એક વખત સાબિત કરી દીધું કે, તે કાંઈ પણ કરી શકે છે.

 

 

હાર્દિક પંડ્યાએ બાળપણનો વીડિયો શેર કર્યો

ટી20 વર્લ્ડકપ 2024માં ભારતની જીત બાદ હાર્દિક પંડ્યાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા બોલી રહ્યો છે કે, મારું સપનું છે કે, હું વડોદરા અને ઈન્ડિયા માટે રમું, હાર્દિક પંડ્યાએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું,બરોડાનો એક છોકરો પોતાનું સપનું જીવે છે અને તમામ માટે આભારી છે. આનાથી વધુ કંઈ માંગી શકતો નથી. મારા દેશ માટે રમવું હંમેશા સૌથી મોટું સન્માન રહેશે

 

 

હાર્દિક પંડ્યાએ આખી મેચ જ પલટાવી નાંખી

હાર્દિક પંડ્યાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પોતાની બોલિંગના દમ પર ભારતને જીતાડ્યું હાર્દિકે 11 બોલ પર ફિફ્ટી મારનાર હેનરિચ ક્લાસેનને આઉટ કર્યો અહિથી ટીમ ઈન્ડિયાએ કમબેક શરુ કર્યું, ત્યારબાદ ભારતીય ટીમના વાઈસકેપ્ટન સામે છેલ્લી ઓવર આવી અહિ તેમણે 8 રન આપી 2 વિકેટ લઈ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવી છે.

તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024 દરમિયાન હાર્દિક પંડ્યા ખુબ જ ટ્રોલ થયો હતો. હવે હાર્દિક પંડ્યાએ ટી20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવી પોતાની તાકાત દેખાડી દીધી છે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : કેપ્ટન રોહિત શર્માએ બ્રેક ડાન્સ કરી ટ્રોફી લેવા પહોંચ્યો, VIDEOમાં જુઓ કોણે પ્રેક્ટિસ કરાવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો