T20 World Cup 2026 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ થઈ, જાણો શું છે ખાસિયત

બીસીસીઆઈએ ટી20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. તમને જણાવી દઈએ કે,આઈસીસી ટી20 વર્લ્ડકપનું શેડ્યુલ પણ જાહેર થઈ ચૂક્યું છે.ટી20 સીરિઝ દરમિયાન ટીમ ઈન્ડિયા આ જર્સીમાં જોવા મળશે

T20 World Cup 2026 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ થઈ, જાણો શું છે ખાસિયત
| Updated on: Dec 04, 2025 | 10:29 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. આ લોન્ચિંગ રાયપુરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ દરમિયાન થઈ હતી. ભારતની ઈનિગ્સ પુરી થતાં જ નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી.

જર્સીની નવી ડિઝાઈન

નવી જર્સીનો મુખ્ય રંગ કરતા થોડો નેવી બ્લુ છે, પરંતુ તેની ડિઝાઇનમાં ઘણા આકર્ષક ફેરફારો છે, જેમાં કિનારા પર નારંગી રંગનો સમાવેશ થાય છે.સૌથી ખાસ વાત એ છે કે, ભારતીય તિરંગો હવે જર્સીના કોલર પર જોવા મળશે. આ સિવાય જર્સી સુંદર છે.જે એક નવા લુકમાં જોવા મળી રહી છે. આ નવી જર્સીને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને યુવા બેટ્સમેન તિલક વર્માએ સ્ટેજ પર રજુ કરી હતી. બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયા અને એડિડાસના એક અધિકારીએ ખેલાડીઓને ટી20 વર્લ્ડકપની જર્સી સોંપી હતી.

 

 

 

 

ભારતનું T20 વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ

  • ભારત વિરુદ્ધ યુએસએ, 7 ફેબ્રુઆરી, મુંબઈ
  • ભારત વિરુદ્ધ નામિબિયા, 12 ફેબ્રુઆરી, દિલ્હી
  • ભારત વિરુદ્ધ પાકિસ્તાન, 15 ફેબ્રુઆરી, કોલંબો
  • ભારત વિરુદ્ધ નેધરલેન્ડ, 18 ફેબ્રુઆરી, અમદાવાદ

 

 

ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 8 માર્ચ

આ લોન્ચિંગ ક્રિકેટ પ્રેમીઓ માટે સુંદર ક્ષણ હતી. ભારત, શ્રીલંકાની સાથે મળી 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાનારા ટી20 વર્લ્ડકપ 2026ની સાથે મળી મેજબાની કરશે. જેમાં આ ટૂર્નામેન્ટ ખુબ જ રોમાંચક રહેશે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ટી20 સીરિઝ દરમિયાન ટીમ ઈન્ડિયા આ જર્સીમાં જોવા મળશે. આ પહેલી તક હશે જ્યારે ભારતીય ટીમ નવી જર્સી પહેરશે.તમને જણાવી દઈએ કે,આઈસીસી ટી20 વર્લ્ડકપનું શેડ્યુલ પણ જાહેર થઈ ચૂક્યું છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 8 માર્ચના રોજ રમાશે. ક્વોલિફાય થનારી 20 ટીમને 4 ગ્રુપમાં વેચવામાં આવી છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો