T20 World Cup IND vs USA Live : યુનાઈટેડ સ્ટેટ્સને 7 વિકેટે હરાવી ટીમ ઈન્ડિયા સુપર-8 માં ક્વોલિફાય

આજે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો સામનો હોમ ટીમ USA સામે. ભારત અને અમેરિકાએ તેમની બંને મેચ જીતી છે અને બંનેના 4-4 પોઈન્ટ છે. યોગાનુયોગ, ભારત અને અમેરિકાએ છેલ્લી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું અને હવે બંને વચ્ચે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવવા માટે સ્પર્ધા છે.

T20 World Cup IND vs USA Live : યુનાઈટેડ સ્ટેટ્સને 7 વિકેટે હરાવી ટીમ ઈન્ડિયા સુપર-8 માં ક્વોલિફાય
IND vs USA
| Updated on: Jun 12, 2024 | 11:36 PM

આજે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો સામનો હોમ ટીમ USA સામે. ભારત અને અમેરિકાએ તેમની બંને મેચ જીતી છે અને બંનેના 4-4 પોઈન્ટ છે. યોગાનુયોગ, ભારત અને અમેરિકાએ છેલ્લી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું અને હવે બંને વચ્ચે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવવા માટે સ્પર્ધા છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Jun 2024 11:34 PM (IST)

    ભારતે USAને હરાવ્યું

    યુનાઈટેડ સ્ટેટ્સને 7 વિકેટે હરાવી ટીમ ઈન્ડિયા સુપર-8 માં ક્વોલિફાય, સૂર્યકુમાર યાદવની ફિફ્ટી, અર્શદીપની 4 વિકેટ

  • 12 Jun 2024 11:24 PM (IST)

    સૂર્યાની શાનદાર સિક્સર

    સૂર્યકુમાર યાદવની જોરદાર બેટિંગ, એક જ ઓવરમાં શાનદાર સિક્સર અને ફોર ફટકારી


  • 12 Jun 2024 11:16 PM (IST)

    15 ઓવર બાદ ભારત 76/3

    15 ઓવર બાદ ભારતનો સ્કોર 76/3, મેચ જીતવા 30 બોલમાં 35 રનની જરૂર

  • 12 Jun 2024 10:55 PM (IST)

    ભારતનો સ્કોર 50ને પાર

    ભારતનો સ્કોર 50ને પાર, શિવમ દુબે અને સૂર્યકુમાર યાદવની મક્કમ બેટિંગ

  • 12 Jun 2024 10:38 PM (IST)

    રિષભ પંત 18 રન બનાવી આઉટ

    ભારતની ત્રીજી વિકેટ પડી, રિષભ પંત 18 રન બનાવી આઉટ

  • 12 Jun 2024 10:09 PM (IST)

    ભારતની બીજી વિકેટ પડી, રોહીત 3 રન બનાવી આઉટ

    ભારતની બીજી વિકેટ પડી

    રોહીત 3 રન બનાવી આઉટ

    નેત્રાવલકરે કોહલી-રોહિતને કર્યા આઉટ

  • 12 Jun 2024 10:00 PM (IST)

    ભારતની પહેલી વિકેટ પડી, વિરાટ કોહલી 0 રન બનાવી થયો આઉટ

    • ભારતની પહેલી વિકેટ 1 રન પર પડી છે
    • કોહલી 0 રન બનાવી આઉટ થયો
    • નેત્રાવલકરે કોહલીને કર્યો આઉટ
  • 12 Jun 2024 09:43 PM (IST)

    ભારતને 111 રનનો ટાર્ગેટ

    અમેરિકા સામે ભારતને જીતવા 111 રનનો ટાર્ગેટ, અર્શદીપની ચાર વિકેટ, અંતિમ બોલ પર જસદીપ સિંહ થયો રન આઉટ

  • 12 Jun 2024 09:36 PM (IST)

    અમેરિકાનો સ્કોર 100 ને પાર

    અમેરિકાનો સ્કોર 100 ને પાર, ભારતની મજબૂત બોલિંગ, અર્શદીપની ચાર વિકેટ

  • 12 Jun 2024 09:30 PM (IST)

    અર્શદીપ સિંહે લીધી ચોથી વિકેટ

    અમેરિકાને સાતમો ઝટકો, હરમીત 10 રન બનાવી થયો આઉટ, અર્શદીપ સિંહે લીધી વિકેટ

  • 12 Jun 2024 09:26 PM (IST)

    હાર્દિક પંડયાએ લીધી બીજી વિકેટ

    અમેરિકાને છઠ્ઠો ઝટકો, કોરી એન્ડરસન 14 રન બનાવી થયો આઉટ, હાર્દિક પંડયાએ લીધી વિકેટ

  • 12 Jun 2024 09:16 PM (IST)

    અર્શદીપ સિંહની ત્રીજી વિકેટ

    અમેરિકાને પાંચમો ઝટકો, નીતિશ કુમાર 27 રન બનાવી થયો આઉટ, અર્શદીપ સિંહે લીધી વિકેટ

  • 12 Jun 2024 09:00 PM (IST)

    અક્ષર પટેલને પહેલી સફળતા

    અમેરિકાને ચોથો ઝટકો, સ્ટીવન ટેલર 24 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ

  • 12 Jun 2024 08:45 PM (IST)

    સ્ટીવન ટેલરે ફટકારી મેચની પહેલી સિક્સર

    સ્ટીવન ટેલરે ફટકારી મેચની પહેલી સિક્સર, શિવમ દુબેની બોલિંગમાં આવી યુએસએની પહેલી સિક્સર 
  • 12 Jun 2024 08:38 PM (IST)

    હાર્દિક પંડયાએ લીધી વિકેટ

    અમેરિકાને ત્રીજો ઝટકો, સ્ટાર ખેલાડી અને કેપ્ટન એરોન જોન્સ 11 રન બનાવી થયો આઉટ, હાર્દિક પંડયાએ લીધી વિકેટ.

  • 12 Jun 2024 08:33 PM (IST)

    પાવરપ્લે બાદ USA 18/2

    પાવરપ્લે બાદ યુએસએનો સ્કોર 18/2, અર્શદીપે લીધી બે વિકેટ, ભારતની મજબૂત બોલિંગ

  • 12 Jun 2024 08:07 PM (IST)

    અર્શદીપ સિંહની બીજી વિકેટ

    અર્શદીપ સિંહે ભારતને પહેલી જ ઓવરમાં બે સફળતા અપાવી, જહાંગીર બાદ એન્ડ્રીસ ગોસ આઉટ

  • 12 Jun 2024 08:02 PM (IST)

    પહેલી જ બોલ પર વિકેટ

    અર્શદીપ સિંહે ભારતને પહેલી જ બોલ પર અપાવી સફળતા, શયાન જહાંગીર 0 પર આઉટ

  • 12 Jun 2024 07:53 PM (IST)

    કુવૈત ઈમારતમાં આગ બાદ PM મોદીની તાત્કાલિક કાર્યવાહી, ભારતીયોની મદદ માટે વિદેશ મંત્રીને મોકલ્યા

    કુવૈતમાં એક ઈમારતમાં લાગેલી આગની ઘટના પર તાત્કાલિક પગલાં લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહને કુવૈત જવા માટેના નિર્દેશ આપ્યો છે. કુવૈતમાં રહેણાંક મકાનમાં આગ લાગવાને કારણે ભારતીયોમાં મોટી સંખ્યામાં મૃત્યુ અને જાનહાનિને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાને રાહત કામગીરી પર દેખરેખ રાખવા અને કુવૈત સરકાર સાથે સંકલન કરવા વિદેશ રાજ્ય મંત્રીને મોકલવાનો નિર્દેશ આપ્યો છે.

  • 12 Jun 2024 07:42 PM (IST)

    યુએસએ પ્લેઈંગ 11

    સ્ટીવન ટેલર, શયાન જહાંગીર, એન્ડ્રીસ ગોસ (વિકેટકીપર), એરોન જોન્સ (કેપ્ટન), નીતિશ કુમાર, કોરી એન્ડરસન, હરમીત સિંહ, શેડલી વાન શાલ્કવિક, જસદીપ સિંહ, સૌરભ નેત્રાવલકર, અલી ખાન

  • 12 Jun 2024 07:39 PM (IST)

    અમેરિકાનો કેપ્ટન ઈજાગ્રસ્ત

    આ મેચ માટે અમેરિકાનો કેપ્ટન બદલાયો છે. અમેરિકાનો કેપ્ટન મોનાંક પટેલ પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને સ્ટાર બેટ્સમેન એરોન જોન્સ કેપ્ટનશીપ કરી રહ્યો છે.

  • 12 Jun 2024 07:38 PM (IST)

    ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11

    રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ

  • 12 Jun 2024 07:38 PM (IST)

    ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર નહીં

    ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11 માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેપ્ટન રોહિત શર્મા અંતિમ મેચના 11 ખેલાડીઓ સાથે જ મેદાનમાં ઉતરશે.

  • 12 Jun 2024 07:35 PM (IST)

    ભારતે ટોસ જીત્યો

    ભારતે ટોસ જીત બોલિંગ પસંદ કરી, અમેરિકા પહેલા કરશે બેટિંગ

Published On - 7:33 pm, Wed, 12 June 24