India vs Afirca Final : સૂર્યકુમાર યાદવનો આ જાદુઈ કેચે ભારતને હારેલી મેચ જીતાડી, આ કેચનો અમ્પાયરને પણ ભરોસો ન હતો- જુઓ વીડિયો

શનિવારે ભારત અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ ખુબ જ રોમાંચક રહી હતી. મેચની છેલ્લી ઓવરમાં સાઉથ આફ્રિકાને 16 રનની જરુર હતી પરંતુ ડેવિડ મિલર ક્રીઝ પર હતો તેમણે શાનદાર શોર્ટ રમ્યો પરંતુ આ શોર્ટને સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી લાઈન પરથી ઝડપી લીધો અને મેચને વધુ રોમાંચક બનાવી હતી.

India vs Afirca Final : સૂર્યકુમાર યાદવનો આ જાદુઈ કેચે ભારતને હારેલી મેચ જીતાડી, આ કેચનો અમ્પાયરને પણ ભરોસો ન હતો- જુઓ વીડિયો
| Updated on: Jun 30, 2024 | 9:52 AM

જ્યારે જ્યારે ટી20 વર્લ્ડકપ 2024ની જીતની યાદ આવશે તો હાર્દિક પંડ્યાની 2 વિકેટ તો યાદ રહેશે સાથે સૂર્યકુમારે જે રીતે કેચ લીધો તે પણ ખુબ યાદ રહેશે. પહેલા ક્લાસેનની વિસ્ફોટક ઈનિગ્સથી ભારત હારી રહ્યું હોય તેવું લાગતું હતુ પરંતુ હાર્દિકે તેને આઉટ કરી ભારતની જીતવાની આશા જગાડી હતી. તેમજ સાઉથ આફ્રિકા માટે ડેવિડ મિલર ક્રિઝ પર હતો મિલર સિક્સનો શોર્ટ માર્યે પરંતુ સૂર્યકુમારે આ કેચ એવો લીધો કે જાણે મેચ આખી પલટી ગઈ હતી. અહિથી ભારતીય ટીમની જીત પાક્કી જોવા મળી રહી હતી.

 

 

 

કેચને નહિ પરંતુ વર્લ્ડકપ ટ્રોફીની જીતી

મેચની છેલ્લી ઓવરમાં સાઉથ આફ્રિકા જીતથી 16 રન દૂર હતું. ડેવિડ મિલર સ્ટ્રાઈક પર હતો અને છેલ્લા 6 બોલ ફેંકવાની જવાબદારી હાર્દિક પંડ્યાની હતી. પ્રથમ બોલ ફુલટોસ હતો અને ડેવિડ મિલરે તેને બાઉન્ડ્રી પાર મોકલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સૂર્યકુમાર યાદવ ત્યાં હાજર હતો અને તેમણે આ કેચને નહિ પરંતુ વર્લ્ડકપ ટ્રોફીને જોઈ કે,ટ્રોફી હાથમાંથી જઈ રહી છે.તેમણે જે રીતે બાઉન્ડ્રી લાઈન પાસે અંદર બહાર કેચ લીધો છે જેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

 

 

આ કેચ જોઈ ભારતીય ટીમ જશ્ન મનાવી રહી હતી કારણ કે, તેમણે ડેવિડ મિલરને ક્રિઝ પરથી દુર કર્યો હતો આ કેચનો અમ્પાયરને પણ ભરોસો ન હતો. તેમણે આ કેચનો રિવ્યુ કર્યો અને કેમેરામાં દરેક એંગલ જોયો પછી આઉટ આપ્યો. સૂર્યકુમાર યાદવે આ કેચ નહિ વર્લ્ડકપ ટ્રોફી ભારતને અપાવી છે.

આ પણ વાંચો : Virat Kohli Retirement: વિરાટ કોહલીએ T20Iમાંથી નિવૃત્તિ લીધી, T20 વર્લ્ડ કપ જીત્યા બાદ જાહેરાત કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો