શ્રીલંકા T20 વિશ્વકપમાંથી લગભગ બહાર, દક્ષિણ આફ્રિકા સુપર-8 માં પહોંચનારી પ્રથમ ટીમ

|

Jun 12, 2024 | 9:27 AM

T20 World Cup 2024: શ્રીલંકા અને નેપાળ વચ્ચે મેચ રમાનારી હતી. પરંતુ વરસાદને લઈ મેચ ધોવાઈ જતા શ્રીલંકાને મોટા નુક્સાનનો સામનો કરવો પડ્યો છે. વરસાદને લઈ મેચ રદ થતા બંને ટીમોને પોઈન્ટની વહેંચણી કરવામાં આવી છે અને આમ હવે શ્રીલંકા માટે સુપર 8 માં પહોંચવાના રસ્તાઓ લગભગ બંધ થઈ ગયા છે.

શ્રીલંકા T20 વિશ્વકપમાંથી લગભગ બહાર, દક્ષિણ આફ્રિકા સુપર-8 માં પહોંચનારી પ્રથમ ટીમ
વરસાદે ધોઈ નાંખી મેચ

Follow us on

અમેરિકામાં T20 વિશ્વકપ રમાઈ રહ્યો છે. વર્તમાન તબક્કામાં રસાકસી ભરી મેચો જોવા મળી રહી છે. મંગળવારે શ્રીલંકા અને નેપાળ વચ્ચે મેચ રમાનારી હતી. પરંતુ વરસાદને લઈ મેચ ધોવાઈ જતા શ્રીલંકાને મોટા નુક્સાનનો સામનો કરવો પડ્યો છે. વરસાદને લઈ મેચ રદ થતા બંને ટીમોને પોઈન્ટની વહેંચણી કરવામાં આવી છે અને આમ હવે શ્રીલંકા માટે સુપર 8 માં પહોંચવાના રસ્તાઓ લગભગ બંધ થઈ ગયા છે.

આઈ સાથે જ હવે T20 વિશ્વકપના સુપર 8માં પહોંચવા વાળી પ્રથમ ટીમ પણ જાહેર થઈ ચૂકી છે. દક્ષિણ આફ્રિકાએ સૌથી પહેલા સુપર 8 માં પ્રવેશ મેળવી લીધો છે. જ્યારે આ સાથે જ હવે શ્રીલંકાની સફર લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. જોકે હવે એક ટકો બાકી રહેતી શક્યતા માટે હવે શ્રીલંકાને મોટા ચમત્કારની જ જરુર પડી શકે છે. જે શક્ય નથી લાગી રહ્યું.

શ્રીલંકા vs નેપાળની મેચ ધોવાઈ ગઈ

ગૃપ ડીમાં શ્રીલંકા અને નેપાળ વચ્ચે મંગળવારે મેચ ફ્લોરીડામાં રમાનાર હતી. સેન્ટ્રલ બોવર્ડ રિઝનલ પાર્ક સ્ટેડિયમમાં રમનારી આ મેચમાં વરસાદ શ્રીલંકાની ટીમ માટે વિલન બનીને આવી પહોચ્યો હતો. વરસાદની સ્થિતિને કારણે મેચ શરુ જ નહોતી થઈ શકી. મેચ ટોસ ઉછળ્યા વિના જ મેચ રદ કરવામાં આવી હતી. જેને લઈ બંને ટીમોને પોઈન્ટ્સ ની વહેંચણી કરવામાં આવી હતી. જે હવે શ્રીલંકા માટે મુસીબત રુપ બન્યુ છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

વરસાદના વિઘ્નને કારણે મેચ રદ થવાથી તેનો સીધો ફાયદો હવે દક્ષિણ આફ્રિકાને થવા પામ્યો છે. પોઈન્ટ વહેંચાવાને લઈ હવે દક્ષિણ આફ્રિકાએ સુપર 8 માં સ્થાન મેળવી લીધુ છે. અહીં પહોંચનારી તે પ્રથમ ટીમ બની છે.

દક્ષિણ આફ્રિકા સુપર 8માં પહોંચી

નેપાળ અને શ્રીલંકાની મેચ ધોવાઈ જવાનો સીધો લાભ દક્ષિણ આફ્રિકાને મળ્યો છે. જોકે દક્ષિણ આફ્રિકાએ લીગ તબક્કામાં જ ત્રણ મેચ રમીને ત્રણેય મેચમાં જીત મેળવી હતી. આમ દક્ષિણ આફ્રિકા પાસે 6 પોઈન્ટ હતા અને તે પોતાના ગૃપમાં સૌથી ઉપર હતી. આમ તે સુપર 8માં ક્વોલિફાય થવા પામ્યુ હતું. જોકે હવે શ્રીલંકા માટે હવે સુપર 8માં પહોંચવા માટેના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ માટે માત્ર હવે કોઈ મોટા ચમત્કારની રાહ જોવી પડશે, જોકે એ શક્યતાઓ પણ નહીંવત છે.

હવે શું સમીકરણ? જાણો

શ્રીલંકા હવે વધુમાં વધુ માત્ર 3 પોઈન્ટ જ મેળવી શકે એમ છે. જ્યારે બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચેની મેચનું પરિણામ સામે આવે તો, શ્રીલંકાની ટીમ સત્તાવાર રીતે જ બહાર ફેંકાઈ જશે. શ્રીલંકા પાસે એક માત્ર ચાન્સ એ જ છે કે, ગૃપમાં અન્ય ટીમોના પોઈન્ટ્સ પણ પોતાને સમાન હોય. એટલે કે, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સિવાય બાકીની ટીમોની પાસે પણ માત્ર 3-3 પોઈન્ટ્સ જ હોય.

આ સાથે જ શ્રીલંકાએ પોતાની રનરેટ પણ અન્ય સમાન પોઈન્ટ્સ ધરાવતી ટીમો કરતા વધુ રાખવો પડશે. બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય અને બંને ટીમોને સમાન પોઈન્ટ્સ વહેંચવામાં આવે.

 

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:27 am, Wed, 12 June 24

Next Article