શનિવારે સાંજે બાર્બાડોસમાં વિશ્વ વિજેતા બનવા માટેનો જંગ જામશે. ભારત અને દક્ષિણ આફ્રિકા ફાઈનલ મેચમાં ટકરાઈ રહ્યા છે. બંને ટીમોએ રણનીતિ ઘડી લીધી છે. બંને ટીમો વિજય રથ પર સવાર થઈને ફાઈનલ સુધીની સફર ખેડી છે. લીગ, સુપર-8 અને સેમીફાઈનલમાં સતત વિજયી રહેતા બંને ટીમો બાર્બાડોસમાં રમાનારી ફાઈનલ મેચમાં પહોંચી છે. બંને ટીમોના ખેલાડીઓ બાર્બાડોસની પીચનો અભ્યાસ પણ ફાઈનલ મેચ પહેલા કરી ચુક્યા છે.
ભારત અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પોતાની તાકાત જ પણ જીવ બાર્બાડોસમાં લગાવી દેશે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં આવીને હવે જ્યારે ટૂર્નામેન્ટની બંને અજેય ટીમો આમને-સામને છે, ત્યારે તેમાંથી કોઈ એક ચોક્કસ જીતશે કે હારશે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે ટાઈટલ ટક્કરમાં પાંચ ખેલાડીઓ વચ્ચેની ટક્કર મહત્વપૂર્ણ બની જાય છે. જો કોઈ હાર સ્વીકારવા તૈયાર ન હોય તો તેની તાકાત અને ખેલાડીઓની ક્ષમતાનો અંદાજ આના પરથી લગાવી શકાય છે.
ભારત અને સાઉથ આફ્રિકાના તે 5 ખેલાડીઓ કોણ હશે, જેઓ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પોતાની તાકાત બતાવતા જોવા મળશે. તો સ્વાભાવિક છે કે આપણે ભારત અને દક્ષિણ આફ્રિકાના એવા ખેલાડીઓ વિશે પણ જાણવું જોઈએ જે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં મજબૂત અસર કરી શકે છે.
આ બંને ખેલાડીઓ બંને ટીમો માટે પોતાની તાકાત છે. ભલે ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની હોય, પરંતુ આ બંને ખેલાડીઓની ટક્કર પર નજક સૌની બની રહેશે. વિરાટ કોહલીએ ટી20 વિશ્વકપ 2024માં 7 ઈનિંગ્સ રમીને માત્ર 75 રન નોંધાવ્યા છે. જોકે આમ છતાં વિરાટ કોહલીની ક્ષમતા જબરદસ્ત છે, ભારતીય ક્રિકેટ ચાહકોને તેની પાસે શનિવારે ખૂબ આશા છે. આવામાં તે હરીફ ટીમના સ્ટાર બોલર રબાડાને નિશાન બનાવી શકે છે. જેનાથી તેનામાં આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. રબાડાએ ટૂર્નામેન્ટમાં 12 વિકેટ ઝડપી છે, જ્યારે તેની ઈકોનોમી 5.88ની રહી છે.
ભારતીય ટીમનો સુકાની રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. અંતિમ બંને મેચમાં તોફાની અડધી સદી ફટકારી છે. રોહિત શર્મા અને માર્કો યાનસેન વચ્ચેની લડાઈ પણ પૈસા વસૂલ બની શકે છે. માર્કો હરીફ ટીમનો સફળ બોલર છે. તે ડાબોડી છે અને તેનો સામનો રોહિત શર્મા સાથે થતો મહત્વનો રહેશે. માર્કો સામે રોહિત શર્માએ 9 T20I ઇનિંગ્સમાં 113 રન નોંધાવ્યા છે. જ્યારે માર્કો એક જ વાર હિટમેનની વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે.
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં જસપ્રીત બુમરાહ અને ક્વિન્ટન ડી કોક વચ્ચે જોરદાર જંગ ખેલાશે. ડી કોક આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. બુમરાહ પણ ટીમ ઈન્ડિયાનો સર્વશ્રેષ્ઠ બોલર છે. બુમરાહે ટૂર્નામેન્ટમાં 7 મેચ રમીને 13 વિકેટ ઝડપી છે.
ટીમ ઈન્ડિયા માટે વિકેટકીપર બેટર ઋષભ પંત ત્રીજા નંબર પર બેટિંગ કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ 10 ઓવરમાં લેફ્ટ આર્મ સ્પિનર કેશવ મહારાજનો ઉપયોગ કરી શકે છે. જો આવું થાય તો ફાઈનલ મેચમાં પણ આ જંગ જોવા માટે તૈયાર રહો. જ્યાં પંત અને મહારાજનો આમનો સામનો મજબૂત થઈ શકે છે.
ભારત અને દક્ષિણ આફ્રિકાના આ બે ખેલાડીઓ વચ્ચેનો મુકાબલો પણ ફાઈનલ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વિસ્ફોટક સ્વભાવનો ક્લાસેન ચાઈનામેન કુલદીપના બોલને કેવી રીતે રમે છે તેના પર દક્ષિણ આફ્રિકા માટે ઘણું નિર્ભર છે. કુલદીપ 4 મેચ ટૂર્નામેન્ટમાં રમ્યો છે. જેમાં તેણે 10 વિકેટ હાંસલ કરી છે. આમ કુલદીપ પણ તેની ચતુરાઈ સાથે વિકેટ ઝડપવામાં માહિર છે અને તે ક્લાસેન સામેનો પ્લાન પણ તૈયાર રાખીને જ મેદાને ઉતરશે એવી આશા છે.
Published On - 10:29 am, Sat, 29 June 24