ટી20 વર્લ્ડકપ 2024 ભારતીય ટીમ માટે શાનદાર સાબિત થઈ છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને ફાઈનલમાં હરાવી ખિતાબ પોતાને નામ કર્યો હતો. 29 જૂનના રોજ બારબાડોસમાં રમાયેલી ફાઈનલમાં ભારતીય ટીમે 11 વર્ષથી જોવામાં આવતી રાહ પૂર્ણ કરી હતી. અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાયેલા આ વર્લ્ડકપ ભારતીય ટાહકો માટે તો યાદગાર બની ગયો છે પરંતુ દરેકને ફાયદો થયો નથી. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલન સામે એક એવી અપીલ આવી છે કે, જેમાં 100 મિલિયન ડોલર એટલે કે, 830 કરોડ રુપિયાના નુકસાનની વાત કરવામાં આવી છે.
જૂન મહિનામાં રમાયેલા આ વર્લ્ડકપમાં અનેક મેચ અમેરિકામાં રમાઈ હતી. જ્યારે ગ્રુપ સ્ટેજની કેટલીક મેચ સહિત સુપર-8 સેમિફાઈનલ અને ફાઈનલ કેરેબિયનમાં રમાઈ હતી. અમેરિકામાં પહેલી વખત વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં પહેલી વખત ન્યુયોર્કમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ રમાઈ હતી. જેના માટે નૈસો કાઉન્ટીમાં એક ટેમ્પરરી સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું હતુ. હવે આ મેદાન પર રમાયેલી મેચનું શું પરિણામ આવ્યું તે સૌ કોઈને ખબર છે. સાથે કેટલીક મેચ સારી સાબિત રહી ન હતી. જેના કારણે હવે ટૂર્નામેન્ટના બ્રોડકાસ્ટર ડિઝની સ્ટારે આઈસીસી પાસે 830 કરોડ રુપિયાના ડિસ્કાઉન્ટની માંગ કરી છે.
એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, ડિઝની સ્ટારે આઈસીસીને થોડા સમય પહેલા એક ચિઠ્ઠી લખી હતી અને ટી20 વર્લ્ડકપની મેચના કારણે નુકસાન માટે બ્રોડકાસ્ટિંગ ડીલમાં 100 મિલિયન ડોલરની છૂટ માંગી હતી. ગત્ત વર્ષ આઈસીસીએ બૉડકાસ્ટિંગ રાઈટ્સ વેંહચ્યાહતા. જેમાં ડિઝની સ્ટારે 3 બિલિયન ડોલર અંદાજે 25 હજાર કરોડ રુપિયામાં ખરીદ્યા હતા. આ ડીલની શરુઆત ટી20 વર્લ્ડકપ સાથે થઈ હતી. પોતાની દલીલમાં ડિઝની સ્ટારે ભારત-પાકિસ્તાન સહિત અનેક મેચને લઈ કહ્યું આશા પ્રમાણે સારી સાબિત થઈ નથી, સ્ટારની આ અપીલ પર ગત્ત મહિને કોલંબોમાં થયેલી આઈસીસીની બોર્ડ મીટિંગમાં પણ ચર્ચા થઈ હતી.
કોઈ મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી તો કોઈ મેચ ઓછી ઓવરની રહી હતી. કેટલીક સહિત મેચની ટાઈમિંગ અને ટૂર્નામેન્ટની માર્કેટિંગ પર પણ સવાલો ઉઠતા સ્ટારે ડિસ્કાઉન્ટની માંગ કરી છે.