T20 World Cup 2021: યુઝવેન્દ્ર ચહલને બહાર કરવાનુ કારણ આવ્યુ સામે, વિરાટ કોહલીએ રાહુલ ચાહરની ખૂબીઓને ગણાવી

|

Oct 16, 2021 | 8:45 PM

લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ને ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) 2021 માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. પસંદગીકારોએ રાહુલ ચાહરને તક આપી હતી. કેપ્ટન કોહલી (Virat Kohli) એ તેના કારણો રજૂ કર્યા છે.

T20 World Cup 2021: યુઝવેન્દ્ર ચહલને બહાર કરવાનુ કારણ આવ્યુ સામે, વિરાટ કોહલીએ રાહુલ ચાહરની ખૂબીઓને ગણાવી
Yuzvendra Chahal-Virat Kohli

Follow us on

ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) કતાર-યુએઈમાં 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. તે જ સમયે, ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન (India vs Pakistan) સામે તેની પ્રથમ મેચ રમવાની છે. T20 વર્લ્ડકપની શરૂઆત પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ શનિવારે મીડિયા સાથે વાત કરી હતી, જેમાં તેણે ઘણા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા. આમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ હતો કે યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ને T20 વર્લ્ડકપ ટીમમાં શા માટે પસંદ કરવામાં આવ્યો નથી? છેવટે, ચહલ કરતા રાહુલ ચાહર (Rahul Chahar) ને શા માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું.

વિરાટ કોહલીએ રાહુલ ચાહરના સમાવેશ અને ચહલને પડતા મૂકવાનું કારણ આપ્યું હતું. વિરાટ કોહલીએ કહ્યું, યુઝવેન્દ્ર ચહલને પડતો મૂકવો મુશ્કેલ નિર્ણય હતો. રાહુલ ચાહરે છેલ્લા બે વર્ષથી IPL માં શાનદાર બોલિંગ કરી હતી. ચાહરની ડિલિવરી ઝડપી હતી અને તેણે શ્રીલંકા અને ઇંગ્લેન્ડ સામે પણ શાનદાર બોલિંગ કરી હતી. રાહુલ ચાહરે અઘરી પરિસ્થિતિમાં સારા બોલ ફેંક્યા હતા.

રાહુલ ચાહરની પસંદગી માટે યુએઈની પિચોને ધ્યાનમાં રખાઇ

વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, રાહુલ ચાહરની પસંદગી યુએઈની પીચોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. કોહલીએ કહ્યું, અમે યુએઈની પીચો જોઈ કે રમત આગળ વધે ત્યાં પિચો ધીમી પડી જાય છે. સ્પિનર ​​જે બોલને વધારે ઝડપે ફેરવે છે તે બેટ્સમેનોને વધુ મુશ્કેલીમાં મૂકે છે. ચાહર સ્ટમ્પ પર એટેક કરે છે અને ત્યાં બોલિંગ કરે છે જ્યાં તેને વિકેટ મળે છે. આ જ વાત રાહુલ ચાહરની તરફેણમાં ગઈ. જોકે, જ્યારે પણ યુઝવેન્દ્ર ચહલ ભારત માટે ક્રિકેટ રમ્યો ત્યારે તે ઉત્તમ રહ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

IPL 2021 ના ​​બીજા રાઉન્ડમાં ચાહર ફ્લોપ-ચહલ હિટ થયો

રસપ્રદ બાબત એ છે કે, IPL 2021 ના ​​યુએઈ લેગમાં રાહુલ ચાહર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ રહ્યો અને યુઝવેન્દ્ર ચહલે અદભૂત બોલિંગ કરી. રાહુલ ચાહરે યુએઈ લેગમાં મુંબઈ ઈન્ડીયન્સ માટે માત્ર 4 મેચ રમી અને ફક્ત 2 વિકેટ મેળવી હતી. યુઝવેન્દ્ર ચહલે યુએઈની પીચ પર 9 મેચમાં 14 વિકેટ લીધી હતી. આંકડાઓથી સ્પષ્ટ છે કે યુઝવેન્દ્ર ચહલે યુએઈની પિચો પર રાહુલ ચાહર કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. આમ હોવા છતાં, આ લેગ સ્પિનરને ટી20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું નથી.

 

આ પણ વાંચોઃ   IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇ જ નહી કોલકાતાને પણ આટલા કરોડનુ ઇનામ મળ્યુ, પ્રદર્શનના બદલામાં ખેલાડીઓને મળ્યા રોકડ ઇનામ

આ પણ વાંચોઃ IPL 2021: મિસ્ટર આઇપીએલ તરીકે જાણીતો ચેન્નાઇ સુપર કિંગ્સનો આ દિગ્ગજ ખેલાડીનુ કરિયર દાવ પર લાગ્યુ

 

Published On - 8:41 pm, Sat, 16 October 21

Next Article