
ગત મહિને એશિયાઈ ક્રિકેટના ત્રણ મહત્વના બોર્ડ વચ્ચે ઉઠેલા વિવાદે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. મુસ્તફિઝુર રહમાનને IPLમાંથી બહાર કર્યા બાદ શરૂ થયેલા આ સંઘર્ષે બાંગ્લાદેશની ટીમના T20 World Cup 2026માંથી બહાર થવા અને પછી Pakistan દ્વારા India સામેની મેચના બહિષ્કાર સુધી વાત પહોંચી. છેલ્લે અનેક રાઉન્ડની ચર્ચાઓ અને બેઠક પછી સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો છે. જ્યાં India-Pakistan Match પરનો સંકટ દૂર થયો છે, ત્યાં બાંગ્લાદેશને પણ તેની ભૂલ માટે માફી મળી છે. હવે Bangladesh Cricket Board (BCB) માટે સૌથી મહત્વનું છે, કે હવે તે Board Of Control for Cricket in India (BCCI) સાથેના બગડેલા સંબંધો સુધારવાનો પ્રયાસ કરે.
બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવ્યા પછી પાકિસ્તાને ભારત વિરુદ્ધ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશી બોર્ડે PCB અને ICC સાથે બેઠકમાં આ મુદ્દો સોલ્વ કરવામાં મદદ કરી, જેના કારણે ભારત-પાકિસ્તાન મેચનું આયોજન શક્ય બન્યું છે. બાંગ્લાદેશી મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, BCBના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ પણ આ મેચમાં હાજરી આપશે અને BCCI સાથેના સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026 માં પોતાના ત્રીજા મુકાબલામાં પાકિસ્તાન સામે મેચ રમશે. આ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે.
BCBના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામના નિવેદન પ્રમાણે, ભારત-પાકિસ્તાન મેચ માટે ICC એ એશિયાના પાંચ મુખ્ય ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિઓને બોલાવ્યું છે. આ બેઠકમાં બોર્ડના પ્રતિનિધિઓને મેચ જોવાનું તેમજ ચર્ચા કરવાનો અવસર મળશે. ઇસ્લામનો સ્પષ્ટ મેસેજ છે કે આ પગલું BCCI અને BCB વચ્ચે સંબંધ સુધારવા માટે મહત્વપૂર્ણ છે.
લાહોરમાં PCB, ICC અને BCBની તાજેતરની બેઠકમાં નિર્ણય થયો કે બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવ્યા છતાં સજા નહીં આપવામાં આવે. તેના બદલે બાંગ્લાદેશી બોર્ડને તેની સંપૂર્ણ આવક મળશે અને એક વધારાનું ICC ટૂર્નામેન્ટ પણ આપવામાં આવશે. છતાં, BCB માટે સૌથી મહત્ત્વનું છે BCCI સાથેના સંબંધોને મજબૂત બનાવવું, કેમ કે જો ભારત બાંગ્લાદેશ સાથે બાઇલેટરલ સીરીઝ રમવાનું બંધ કરે તો તેનો મોટો નકારાત્મક પ્રભાવ BCB પર પડશે. હાલના વિવાદને કારણે ભારતીય ટીમનું બાંગ્લાદેશ પ્રવાસ પણ હજુ સ્પષ્ટ નથી.