IND vs NZ, T20 World Cup: ટીમ ઇન્ડીયાનો ખેલાડી ઇજાગ્રસ્ત થતા બગડ્યુ કોમ્બિનેશન, તેના સ્થાને આ આ ખેલાડીને વિશ્વકપ ડેબ્યૂનો મળ્યો મોકો

|

Oct 31, 2021 | 7:48 PM

ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા એક મહત્વપૂર્ણ ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે, જેના કારણે ટીમ ઈન્ડિયા (Team India) નું આખું કોમ્બિનેશન બગડી ગયું છે.

IND vs NZ, T20 World Cup: ટીમ ઇન્ડીયાનો ખેલાડી ઇજાગ્રસ્ત થતા બગડ્યુ કોમ્બિનેશન, તેના સ્થાને આ આ ખેલાડીને વિશ્વકપ ડેબ્યૂનો મળ્યો મોકો
India Cricket Team

Follow us on

ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ન્યુઝીલેન્ડ સામેની મેચ મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા (Team India) માટે કોઈપણ સંજોગોમાં આ મેચ જીતવી જરૂરી છે. પરંતુ, તે પહેલા તેનો એક મહત્વનો ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે, જેના કારણે ટીમ ઈન્ડિયાનું આખું કોમ્બિનેશન બગડી ગયું છે. આ ખેલાડી છે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav), જેની ઈજાનો ઉલ્લેખ વિરાટ કોહલી (Virat Kohli) એ પણ ટોસ દરમિયાન કર્યો હતો અને તેના વિશે BCCI દ્વારા સત્તાવાર માહિતી પણ આપવામાં આવી હતી. મેચ પહેલા સૂર્યકુમાર યાદવની ઈજાના કારણે ઈશાન કિશનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે, જેની જાણકારી વિરાટ કોહલીએ ટોસ દરમિયાન આપી હતી.

 

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

સૂર્ય કુમાર યાદવને કમરમાં ખેંચાણની ફરિયાદ છે. વિરાટ કોહલીએ ટોસ દરમિયાન કહ્યું કે, બેક સ્પાઝ્મના કારણે સૂર્યકુમાર આજની મેચ રમી રહ્યો નથી. તેની જગ્યાએ ઈશાન કિશનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. બીસીસીઆઈએ પણ એક નિવેદન જારી કરીને સૂર્ય કુમારની ઈજા અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે બીસીસીઆઈની મેડિકલ ટીમે તેમને આરામ કરવાની સલાહ આપી છે. સૂર્યા અત્યારે હોટેલમાં છે.

 

 

સૂર્યકુમારની T20I કારકિર્દી

સૂર્યકુમાર યાદવે તેની T20 ઇન્ટરનેશનલની 5 ઇનિંગ્સમાં 37.5ની એવરેજથી 150 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી સામેલ છે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં તેણે 8 બોલમાં 11 રન બનાવ્યા હતા. તેણે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામે તેની 2 અડધી સદી ફટકારી છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તે એક મોટું પરિબળ સાબિત થઈ શક્યો હોત. પરંતુ ઈજાના કારણે તેને બહાર થવું પડ્યું હતું.

SKYની ગેરહાજરીને કારણે ટીમ ઈન્ડિયાનું બેટિંગ કોમ્બિનેશન બદલાઈ ગયું

સૂર્યકુમારને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવતા ટીમ ઈન્ડિયાના બેટિંગ કોમ્બિનેશનમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ઓપનિંગમાં રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલ સાથે ઈશાન કિશન મેદાનમાં ઉતર્યો છે. જ્યારે રોહિત નંબર 4 પર બેટિંગ કરશે. સૂર્યકુમાર યાદવ ઉપરાંત ભુવનેશ્વર કુમારના રૂપમાં પણ ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભુવીની જગ્યાએ શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શાર્દુલ ન્યુઝીલેન્ડ સામે 8મા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલી ચોગ્ગા લગાવવામાં પણ બની શકે છે અવ્વલ ! આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગના રેકોર્ડને તોડવાથી છે આટલો દૂર

 

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઇન્ડીયા ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા મસ્તીના મૂડમાં, ઇશાન-ઠાકુરે એકબીજાને બાહોં ભરીને કર્યો કપલ ડાન્સ,જુઓ Video

 

Published On - 7:42 pm, Sun, 31 October 21

Next Article