Suryakumar Yadav IPL 2022 થી બહાર, મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો

|

May 09, 2022 | 8:00 PM

શાનદાર ફોર્મમાં રહેલા સૂર્યકુમાર યાદવ ફરી ઈજાગ્રસ્ત, IPL 2022 માંથી બહાર થઈ ગયો. ઈજાના કારણે પ્રથમ બે મેચ પણ રમી શક્યો ન હતો.

Suryakumar Yadav IPL 2022 થી બહાર, મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો

Follow us on

IPL 2022 માં કોલકાતા સામેની મેચ પહેલા મુંબઈને આંચકો લાગ્યો છે. તેના મુખ્ય બેટ્સમેનોમાંના એક સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) ડાબા હાથમાં ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પહેલા જ આ અંગેની સત્તાવાર જાણકારી મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) સોશિયલ મીડિયા મારફતે આપી હતી. મુંબઈને ટીમ માટે આ ખુબ જ નિરાશાજનક સમાચાર છે. ડાબા હાથમાં ઈજાને લઈને સૂર્યકુમાર સિઝનથી બહાર થયો છે. આમ રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમ કોલકાતા સામે સૂર્યકુમાર વિના જ મેદાને ઉતરી છે.

મુંબઈ ઈન્ડિયન્સે આ અંગે માહિતી આપી હતી. “સુર્યકુમારને તેના ડાબા હાથના સ્નાયુમાં ખેંચાણના કારણે સીઝનમાંથી બહાર થયો છે. તેને બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા આરામની સલાહ આપવામાં આવી છે,” ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું હતું.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં થયો હતો ઘાયલ

ગત છઠ્ઠી મે ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવને ઈજા પહોંચી હતી. ઈજાને લઈને તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આશા એ પણ રાખવામાં આવી રહી છે કે, તેની ઈજા ગંભીર ના હોય. કારણ કે ટીમ ઈન્ડિયાની નજર પણ તેની પર છે. આઇપીએલ બાદ ટીમ ઈન્ડિયાએ ઘરેલુ અને વિદેશમાં શ્રેણી રમવાની છે. આ તમામ કાર્યક્રમોને જોતા ટીમ ઈન્ડિયા માટે પણ તેની ઈજા ચિંતાનો વિષય છે.

કોલકાતા સામે સૂર્યના સ્થાને રમનદીપને સ્થાન

સતત બે મેચ જીતનાર મુંબઈએ આ મેચ માટે માત્ર એક ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત સૂર્યકુમારની જગ્યાએ રમનદીપ સિંહને તક આપવામાં આવી છે. સૂર્યકુમાર ડાબા હાથમાં સમસ્યાને કારણે આખી સિઝન માટે બહાર થઈ ગયો છે. આ સાથે જ કોલકાતાએ અડધી ટીમ બદલી છે. વેંકટેશ અય્યર, શેલ્ડન જેક્સન, વરુણ ચક્રવર્તી, પેટ કમિન્સ અને અજિંક્ય રહાણે ઘણી મેચો પછી પરત ફર્યા છે.

 

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેયીંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, રમનદીપ સિંહ, ટિમ ડેવિડ, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય સિંહ, રિલે મેરેડિથ

Published On - 7:01 pm, Mon, 9 May 22

Next Article