Shreyas Iyer Health Update : શ્રેયસ અય્યરની તબિયત કેવી છે, સૂર્યકુમાર યાદવે આપ્યા મોટા સમાચાર

ટીમ ઈન્ડિયાના ટી20ઈન્ટરનેશનલ કેપ્ટન સૂર્યકુમાર યાદવે દિગ્ગજ બેટ્સમેન શ્રેયસ અય્યરની ઈજા પર મોટું અપટેડ આપ્યું છે. તેમનું કહેવું છે કે, મારી અય્યર સાથે વાત થઈ છે અને ટુંક સમયમાં સ્વસ્થ થવાની આશા છે.

Shreyas Iyer Health Update : શ્રેયસ અય્યરની તબિયત કેવી છે, સૂર્યકુમાર યાદવે આપ્યા મોટા સમાચાર
| Updated on: Oct 28, 2025 | 10:31 AM

Shreyas Iyer Health Update : 3 વનડે મેચની સીરિઝમાં હાર બાદ હવે ટીમ ઈન્ડિયા 5 ટી20 ઈન્ટરનેશનલ મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. 29 ઓક્ટોબરના રોજ બંન્ને ટીમ વચ્ચે પહેલી મેચ રમાશે. આ દરમિયાન T20I ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે દિગ્ગજ બેટ્સમેન શ્રેયસ અય્યરને લઈ મોટું અપટેડ આપ્યું છે. સૂર્યકુમારે અય્યરના ચાહકોને એક મોટા ગુડન્યુઝ આપ્યા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી વનડે મેચ દરમિયાન ફીલ્ડિંગ કરતી વખતે શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો હતો. હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

સૂર્યકુમાર યાદવે શું જાણકારી આપી?

પહેલી T20I મેચ પહેલા કોન્ફરન્સમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે શ્રેયસ અય્યરની ઈજા વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું અય્યરની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે. તે અમને ફોનમાં જવાબ આપી રહ્યો છે એટલે કે, તે બિલકુલ સ્વસ્થ છે.”જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ ડોકટરો તેમની સંભાળ રાખી રહ્યા છે. આગામી થોડા દિવસો સુધી તેમના પર નજર રાખવામાં આવશે, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી.”

 

 

સુર્યકુમાર યાદવે આગળ કહ્યું અય્યરને જે રીતે ઈજા થઈ છે. તે ખુબ ઓછી જોવા મળે છે. તે જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી આશા રાખીએ છીએ. અમને આશા છે કે, તે એકદમ ફીટ થઈ અમારી સાથે ફરી ટીમમાં જોડાય.

શ્રેયસ અય્યરની તબિયત કેવી છે?

શ્રેયસ અય્યરની સારવાર હાલમાં સિડનીમાં ચાલી રહી છે. આ દરમિયાન તેના સ્વાસ્થને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમણે ભોજન કર્યું છે. આ સિવાય ધીમે ધીમે ચાલી પણ રહ્યો છે.

શ્રેયસના પિતા સંતોષ અય્યર એક બિઝનેસમેન છે અને તેની માતા રોહિણી અય્યર ગૃહિણી છે પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો