IPL 2023 ની રેસ મુંબઈ ઈન્ડિયન્સે જ નહીં પરંતુ સૂર્યકુમાર યાદવે જબરદસ્ત બનાવી દીધી છે. અંતિમ 5 મેચમાં મુંબઈએ 4 મેચમાં જીત મેળવી છે. આ દરમિયાન સૂર્યાની બેટિંગ જબરદસ્ત રહી છે. ગુજરાત ટાઈટન્સ સામે મુંબઈએ શરુઆતમાં વિકેટ ગુમાવી ત્યારે દબાણમાં આવ્યા વિના જ સૂર્યાએ ટીમને રણનિતી મુજબના લક્ષ્યના સ્કોર પર પહોંચાડવામાં સફળ રહ્યો હતો. સૂર્યાએ વાનખેડેમાં સૂર્યાએ રીતસરની ધમાલ મચાવતી બેટિંગ કરી હતી. સૂર્યાની સદીમાં પ્રથમ 50 રન બાદ બાકીના 50 રન વધારે તોફાની રીતે સ્કોરબોર્ડમાં ઉમેરાયા હતા. ટી20 ક્રિકેટમાં સૂર્યામાં અત્યાર સુધીમાં આ ચોથી સદી નોંધાવી હતી. જોકે આ ચારેય સદીમાં એક ચીજ સમાન રહી હતી.
ગુજરાત સામે ટોસ હારીને મુંબઈએ 218 રન 5 વિકેટ ગુમાવીને નોંધાવ્યા હતા. ગુજરાતની બેટિંગ શરુઆતમાં જ ખરાબ થઈ ગઈ હતી અને હાર નિશ્ચિત બની ગઈ હતી. ગુજરાત સામે મુંબઈએ 27 રનથી જીત મેળવી હતી. સૂર્યકુમાર યાદવની અણનમ સદીએ મુંબઈની જીતમાં મોટી ભૂમિકા નિભાવી હતી.
અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ 3 અને આઈપીએલમાં 1 સદી નોંધાવી ચુક્યો છે. ગુજરાત સામે શુક્રવારે નોંધાવેલી અણનમ સદી આઈપીએલમાં સૂર્યાની પ્રથમ સદી હતી. આ પહેલા ટી20 ક્રિકેટ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સદી ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે નોંધાવી હતી. સૂર્યાએ ગુજરાત સામે 49 બોલમાં જ 103 રન નોધાવ્યા હતા. સૂર્યાએ 6 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા.
Weather forecast said the SKY was clear; didn’t account for it raining sixes 🌦
What a BRILLIANT knock from @surya_14kumar 💥#MIvGT #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/1hkndMnugw
— JioCinema (@JioCinema) May 12, 2023
સૂર્યાએ પ્રથમ સદી ઈંગ્લેન્ડ સામે નોંધાવી હતી. જે વખતે 55 બોલમાં 117 રન નોંધાવ્યા હતા. ન્યુઝીલેન્ડ સામે 51 બોલમાં અણનમ 111 રન નોંધાવ્યા હતા. જ્યારે શ્રીલંકા સામે 51 બોલમાં 112 રન નોંધાવ્યા હતા. સૂર્યાએ ટી20 ક્રિકેટમાં નોંધાવેલી ચારેય સદીમાં એક વાત સરખી રહી છે. સૂર્યાની સ્ટ્રાઈક રેટ આ તમામ સદી વખતે 200 કે તેથી વધારે રહી છે. ઈંગ્લેન્ડ સામે 212ની સ્ટ્રાઈક રેટ, ન્યુઝીલેન્ડ સામે 217.64, શ્રીલંકા સામે 219.40ની સ્ટ્રાઈક રેટ અને ગુજરાત સામે 210.20ની સ્ટ્રાઈક રેટથી રન નોંધાવ્યા છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:21 am, Sat, 13 May 23