સુરેશ રૈનાએ તમામ ફોર્મેટને અલવિદા કહ્યું, હવે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમે

|

Sep 06, 2022 | 6:28 PM

ભારતીય ક્રિકેટમાં નહીં રમવાનો સુરેશ રૈના (Suresh Raina) એ નિર્ણય કર્યો હોવાનો મીડિયા અહેવાલ સામે આવ્યો છે, ગત મેગા ઓક્શનમાં કોઈ પણ ટીમે તેને ખરીદવામાં રસ દર્શાવ્યો નહોતો

સુરેશ રૈનાએ તમામ ફોર્મેટને અલવિદા કહ્યું, હવે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમે
Suresh Raina વિદેશી લીગમાં રમતો નજર આવી શકે છે

Follow us on

મીસ્ટર આઈપીએલ થી જાણિતો સુરેશ રૈના (Suresh Raina) હવે ભારતીય ક્રિકેટમાં રમતો જોવા મળી શકશે નહીં. તેણે હવે ભારતીય ક્રિકેટ ને સંપૂર્ણ પણે અલવિદા કહી દીધુ હોવાનો મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટના સૂત્રો દ્વારા આ અંગે અહેવાલમાં જાણકારી અપાઈ છે. રૈના IPL ની સિઝન 2021 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેને CSK એ રિલીઝ કરી દીધો હતો. ગત મેગા ઓક્શન દરમિયાન કોઈ પણ ટીમે તેને ખરીદવા માટે રસ દાખવ્યો નહોતો. આમ તે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી બહાર જોવા મળી રહ્યો છે.

એક મીડિયા અહેવાલમાં ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્ર અને ઉત્તરપ્રદેશ ક્રિકેટ ના સૂત્રો મારફતે આ માહિતી સામે આવી હોવાનો દાવો કરાયો છે. જે મુજબ હવે રૈના હવે ભારતીય ક્રિકેટનો હિસ્સો નહીં હોય. એટલે કે તેણે અહીં હવે પોતાની સફર સમાપ્ત કરી લીધી છે. જોકે સુરેશ હજુ મેદાનથી દૂર રહેશે નહીં, કારણ કે તે વિદેશી ક્રિકેટ લીગમાં રમતો જોવા મળી શકે છે. આ માટે એનઓસી મેળવી હોવાનુ પણ અહેવાલમાં જણાવ્યુ છે, જેની જાણ બોર્ડના સચિવ જય શાહને કરી દેવાઈ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

 

અહેવાલ મુજબ તેનો દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને યુએઈની ટી20 લીગ માટે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં ચેન્નાઈ સુપ કિંગ્સની પેરેન્ટ કંપની દ્વારા ખરીદવામાં આવેલ ટીમનો હિસ્સો રૈના બની શકે એવી પણ સંભાવના છે. આગામી 10 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી રોડ સેફ્ટ વર્લ્ડ સિરીઝનો તે હિસ્સો હશે. આ માટે તે પાછળના એક સપ્તાહ થી પ્રેક્ટીસ કરી રહ્યો છે.

ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તી લીધી હતી

રૈનાએ વર્ષ 2020 માં 15 ઓગષ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કરિયરથી નિવૃત્તી લઈ લીધી હતી. એ દિવસે દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ પણ નિવૃત્તી જાહેર કરી હતી. આમ ધોનીની રિટાયરમેન્ટની જાહેરાતના થોડાક જ સમય બાદ રૈનાએ પણ નિવૃત્તી જાહેર કરી હતી. જોકે બંને ખેલાડીઓએ ઘરેલૂ ક્રિકેટ અને આઈપીએલ માં રમવા માટે ઉપલબ્ધી દર્શાવી હતી.

જોકે ત્યાર બાદ આઈપીએલ 2020 ની સિઝન કોરોનાને લઈ નિયત કાર્યક્રમથી મોકૂફ રહ્યા બાદ યુએઈમાં આયોજીત કરાઈ હતી. જે વાળા રૈના વિવાદમાં રહ્યો હતો. તે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સાથે યુએઈ તો પહોંચ્યો હતો પરંતુ સ્વદેશ પરત ફરી ગયો હતો. આ સાથે જ તેણે સિઝનમાંથી પોતાની નામ પણ પરત લઈ લીધુ હતુ. જેને લઈ વિવાદે ખૂબ ચર્ચા જગાવી હતી.

Published On - 9:22 am, Tue, 6 September 22

Next Article