ત્રીજી ઓક્ટોબરથી દુબઈમાં શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે જ્યારે વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના છે. ટીમમાં કુલ 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે 3 ખેલાડીઓ અનામત તરીકે UAE જશે. ભારતીય ટીમ ઘણી સંતુલિત દેખાઈ રહી છે. ટીમમાં યુવા ખેલાડીઓની સાથે સાથે અનુભવી ખેલાડીઓ પણ છે જે આ ટીમનું સંતુલન ઉત્તમ બનાવે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન કઈ હશે?
ભારતીય ટીમનું બેટિંગ યુનિટ સંપૂર્ણ રીતે સેટ હોય તેવું લાગે છે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગમાં હાજર રહેશે. અને યાસ્તિકા ભાટિયા વન ડાઉન પર જઈ શકે છે. કેપ્ટન હરમનપ્રીત કૌર ચોથા સ્થાને અને જેમિમાહ રોડ્રિગ્ઝ પાંચમા સ્થાને રહેશે. રિચા ઘોષનું વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમવાનું નિશ્ચિત છે.
️#TeamIndia‘s schedule for the ICC Women’s #T20WorldCup 2024 is pic.twitter.com/jbjG5dqmZk
— BCCI Women (@BCCIWomen) August 26, 2024
ઓલરાઉન્ડરોની વાત કરીએ તો, દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકર પ્લેઈંગ ઈલેવનમાં હોવાની ખાતરી છે. સ્પિનરોની વાત કરીએ તો શ્રેયંકા પાટિલ અને આશા જોયને તક મળી શકે છે. બોલિંગ સિવાય બેટથી પણ બંને સારું યોગદાન આપી શકે છે. ઝડપી બોલિંગની જવાબદારી રેણુકા ઠાકુર અને પૂજા પર રહેશે, બંને પાવરપ્લેમાં પોતાના અદભૂત સ્વિંગથી ધમાલ મચાવી શકે છે.
સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટિલ, આશા જોય, રેણુકા સિંહ ઠાકુર.
NEWS
Presenting #TeamIndia‘s squad for the ICC Women’s T20 World Cup 2024 #T20WorldCup pic.twitter.com/KetQXVsVLX
— BCCI Women (@BCCIWomen) August 27, 2024
જો આ પ્લેઈંગ ઈલેવન ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતારશે તો આશા શોભના, રાધા યાદવ, હેમલતા, અરુંધતી રેડ્ડીનું પ્લેઈંગ 11માં સ્થાન મેળવવું મુશ્કેલ છે. યાસ્તિકા ભાટિયા અને શ્રેયંકા પાટીલ બંને ફિટ ન હોવા છતાં પ્લેઈંગ ઈલેવનમાં તેમને સ્થાન આવ્યું છે અને જો બંને ફીટ થશે તો ચોક્કસથી પ્લેઈંગ 11માં રમશે. ટીમ ઈન્ડિયા 3 રિઝર્વ ખેલાડીઓ સાથે UAE જઈ રહી છે. જેમાં ઉમા છેત્રી, સાયમા ઠાકોર અને તનુજા કંવરનું નામ સામેલ છે.
આ પણ વાંચો: રવીન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર, મોહમ્મદ સિરાજને લઈ આવ્યા ખરાબ સમાચાર