સ્ટીવ સ્મિથે માથા પર થયેલી ગંભીર ઇજાને લઇને આપ્યું મોટું નિવેદન

|

Feb 14, 2022 | 7:56 PM

શ્રીલંકા સામેની ટી20 મેચ દરમ્યાન અંતિમ ઓવરમાં હવામાં ડાઇવ લગાવી હતી અને જોરથી મેદાન પર પડતા માથાના ભાગે ઇજાગ્રસ્ત થયો હતો. શ્રીલંકા સામેની બાકીની ટી20 મેચમાંથી સ્મિથ બહાર થઇ ગયો.

સ્ટીવ સ્મિથે માથા પર થયેલી ગંભીર ઇજાને લઇને આપ્યું મોટું નિવેદન
Steve Smith (PC: ABC.net.au)

Follow us on

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના (Australia Cricket Team) દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith) શ્રીલંકાના પ્રવાસ સમયે બીજી ટી20 મેચ સમયે માથાના ભાગે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. આ કારણથી તે સીરિઝની બાકીની મેચમાં રમી શક્યો ન હતો અને સીરિઝમાંથી બહાર થઇ ગયો હતો. જોકે હાલ તેણે સોશિયલ મીડિયામાં પોતાની તબિયતને લઇને અપડેટ આપતા કહ્યું હતું કે તેની તબિયત સારી છે અને ટુંક સમયમાં સંપુર્ણ રીતે ફિટ થઇ જશે. તેણે પોતાની તબિયતને લઇને એક ટ્વિટ પર માહિતી આપી હતી.

તમને જણાવી દઇએ કે સ્ટીવ સ્મિથ ફીલ્ડિંગ સમયે ઇજાગ્રસ્ત થયો હતો. આજ કારણથી તે હાલ મેદાનથી બહાર છે. તે કનકશનનો (માથાના ભાગે ગંભીર ઇજા) શિકાર થયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર તે આવનારા 6-7 દિવસ સુધીમાં સંપુર્ણ રીતે રિકવર થઇ જાય તેવી સંભાવનાઓ રહેલી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સ્ટીવ સ્મિથે પોતાની ઇજાને લઇને આપ્યું આ નિવેદન
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે ઇજાગ્રસ્ત થયા બાદ એક ટ્વીટ કરીને પોતાની તબિયતને લઇને જાણકારી આપતા કહ્યું કે કે તેની તબિયત હવે સારી છે. તેણે ટ્વીટ કરી કહ્યું કે, “તમારા બધાનો આભાર, જે લોકોએ મારી ઇજાને લઇને મારા હાલ-ચાલ પુછ્યા. મારા માથાના ભાગે જ્યા મને ઇજા પહોંચી હતી ત્યા હવે સારૂ છે, હું હવે જલ્દી સાજો થઇ જઇશ.”

 


તમને જણાવી દઇએ કે શ્રીલંકાની ટીમ જીત માટે મેદાન પર રમી રહી હતી ત્યારે અંતિમ ઓવરમાં 6 રન બચાવવા માટે સ્ટીવ સ્મિથે બાઉન્ટ્રી લાઇન પર જબરદસ્ત ડાઇવ લગાવી. જોકે આ સમયે તેનું માથું મેદાન પર જોરથી અથડાયું અને તે ઇજાગ્રસ્ત થયો હતો. શ્રીલંકાના મહેશ તીક્ષ્ણના શોટને સ્ટીવ સ્મિથે રોકવા માટે બાઉન્ટ્રી પર હવામાં ડાઇવ લગાવી. જોકે સ્મિથનો પગ બાઉન્ટ્રી લાઇન પર ટચ થઇ ગયો હતો અને શ્રીલંકાને 6 રન મળી ગયા હતા. સુપર ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ મેચ પોતાના નામે કરી લીધી હતી. સ્ટીવ સ્મિથને આ મેચ બાદ મેદાનથી બહાર જવુ પડ્યું હતું અને હવે બાકીની ટી20 મેચમાં નહીં રમે.

આ પણ વાંચો : વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 સીરિઝમાં રિષભ પંતની ઓપનિંગને લઇને બેટિંગ કોચે આપ્યું નિવેદન

આ પણ વાંચો : ICC પ્લેયર ઓફ ધ મંથ માટે આફ્રિકાના આ ખેલાડીએ એવોર્ડ જીત્યો

Next Article