ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે નહીં, તેના પર આશીષ નહેરાએ આપ્યું નિવેદન

|

Feb 15, 2022 | 6:55 PM

હાર્દિક પંડ્યાએ ગત આઈપીએલની સિઝનમાં મુંબઈ ટીમ તરફથી બોલિંગ કરી ન હતી. તો ટી20 વર્લ્ડ કપમાં માત્ર 4 ઓવરની જ બોલિંગ કરી શક્યો હતો. હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપ બાદ મેદાનથી બહાર છે.

ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે નહીં, તેના પર આશીષ નહેરાએ આપ્યું નિવેદન
Hardik Pandya (PC: TV9)

Follow us on

આઈપીએલ (IPL 2022) ની આગામી સિઝનમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની બોલિંગને લઇને ગુજરાત ટાઇટન્સ ટીમના કોચ આશિષ નહેરા (Ashish Nehra) એ મોટી પ્રતિક્રિયા આપી છે. આશિષ નહેરાએ કહ્યું કે હાર્દિક પંડ્યાની બેક ઇંજરીની સમસ્યા ઘણા સમયથી છે. એટલા માટે જો તે બોલિંગ નથી કરી શકતો તો પણ ટીમ માટે કોઇ તકલીફની વાત નથી.

ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા આશિષ નહેરાએ કહ્યું કે જો હાર્દિક પંડ્યા બોલિંગ કરે છે તો તે ટીમ માટે ઘણી સારી બાબત છે. જોકે ટીમને હકિકતનો સામનો કરવો પડશે. એટલા માટે ફ્રેન્ચાઇઝી તેને એક બેટ્સમેનની જેમ રમાડીને ઘણી ખુશ રહેશે.

હાર્દિક પંડ્યાને આઈપીએલની હરાજીથી પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમે 15 કરોડમાં ડ્રાફ્ટ કર્યો હતો. તેણે ટી20 વર્લ્ડ કપ બાદ એક પણ મેચ રમી નથી. એવામાં તેની બોલિંગને લઇને ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ ગત સિઝનમાં મુંભઈ ઈન્ડિયન્સ માટે બોલિંગ કરી ન હતી. તો ટી20 વર્લ્ડ કપમાં તેણે માત્ર 4 જ ઓવર બોલિંગ કરી હતી. જોવાની વાત એ છે કે હાર્દિક પંડ્યા આઈપીએલની આગામી સિઝનમાં બોલિંગ કરી શકશે કે નહીં તેના પર પ્રશ્ન છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

હાર્દિક પંડ્યા જો એક બેટ્સમેન તરીકે રમે છે તો પણ ટીમ ખુશ છેઃ આશિષ નહેરા
આ મુદ્દે આશિષ નહેરાએ કહ્યું કે, “જો તે બોલિંગ કરે છે તો ઘણું સારૂ રહેશે. અથવા એક બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યાને રમાડીને અમે ખુશ રહીશું. હું માત્ર આઈપીએલની વાત નથી કરતો, પણ વિશ્વની કોઇ પણ એવી ટી20 ટીમ નહીં હોય જેમાં માત્ર એક બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યાની જગ્યા બનતી હોય. ભલે પછી તે કોઇ પણ ક્રમ પર બેટિંગ કરે. તેની બોલિંગને લઇને હંમેશા કયાસ લગાવવામાં આવી રહ્યા છે. જો તે ગુજરાત ટાઇટન્સ ટીમ માટે બોલિંગ કરે છે તો તે ઘણું શાનદાર રહેશે. પણ માત્ર બેટિંગ કરે છે ત્યારે પણ હું ઘણો ખુશ છું.”

આ પણ વાંચો : IND VS WI: હાર્દિક પંડ્યાનું ટીમ ઇન્ડિયામાં કેટલુ છે મહત્વ, તેની ભૂમિકા અને T20 વિશ્વકપ ટીમ સિલેક્શન અંગે પણ કહી મોટી વાત

આ પણ વાંચો : IND vs WI: વિરાટ કોહલીના ફોર્મને લઇને સવાલ થતા જ રોહિત શર્મા ભડક્યો, કહ્યુ પહેલા તમે ચૂપ થઇ જાઓ

Next Article