એક મદારી, 2 સાપ અને 1 વાંદરો સ્ટેડિયમમાં ઘૂસ્યા, ટેસ્ટ મેચ દરમિયાન જોવા મળ્યો ચોંકાવનારો નજારો

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના પણ જોવા મળી હતી, જ્યાં એક મદારી સાપ અને વાંદરા સાથે મેચ જોવા આવ્યો હતો.

એક મદારી, 2 સાપ અને 1 વાંદરો સ્ટેડિયમમાં ઘૂસ્યા, ટેસ્ટ મેચ દરમિયાન જોવા મળ્યો ચોંકાવનારો નજારો
Sri Lanka vs Bangladesh
Image Credit source: Screeenshot/ sonyliv
| Updated on: Jun 21, 2025 | 10:21 PM

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે, જ્યાં બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. ગાલેમાં રમાયેલી શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા બાદ આ મેચ કોઈપણ પરિણામ વિના સમાપ્ત થઈ હતી. જોકે, આ મેચની ખરી ચર્ચા સ્ટેડિયમમાં હાજર એક મદારીને કારણે થઈ હતી, જ્યાં એક મદારી તેના સાપ અને વાંદરાની સાથે મેચ જોતો જોવા મળ્યો હતો. જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

મદારી સાપ લઈને સ્ટેડિયમ પહોંચ્યો

મેચ દરમિયાન, ગાલે સ્ટેડિયમમાં એક મદારી (સપેરા) તેની પરંપરાગત શૈલીમાં જોવા મળ્યો હતો. તે પોતાની સાથે સાપની ટોપલી અને એક વાંદરો લાવ્યો હતો, જે લાલ કપડામાં લપેટાયેલો હતો. તે વાંસળી વગાડીને સાપને કાબૂમાં રાખીને શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ જોઈ રહ્યો હતો. મદારી પણ આરામથી હાથમાં સાપ પકડી રહ્યો હતો. આ દૃશ્ય ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, તેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. આ ઘટના પ્રકાશમાં આવી ત્યાં સુધીમાં મેચનું પરિણામ લગભગ નક્કી થઈ ગયું હતું. બંને ટીમોએ ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ આ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ. આમ છતાં, મદારી આ અનોખી શૈલી ક્રિકેટ ચાહકો માટે યાદગાર ક્ષણ બની ગઈ.

 

ગાલેમાં રનનો વરસાદ થયો

17 થી 21 જૂન 2025 દરમિયાન ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં બેટ્સમેનોનું પ્રભુત્વ રહ્યું. બાંગ્લાદેશની શરૂઆત પહેલા દિવસે ખરાબ રહી હતી, જ્યારે ત્રણ વિકેટ વહેલા ગુમાવ્યા બાદ સ્કોર 45/3 સુધી પહોંચી ગયો હતો. પરંતુ નઝમુલ હુસૈન શાંતો (148 રન) અને મુશફિકુર રહીમ (163 રન) વચ્ચે શાનદાર સદીની ભાગીદારીએ ટીમને બચાવી લીધી. આ પછી, લિટન દાસે 90 રનની ઈનિંગ રમી અને બાંગ્લાદેશને 495 રન સુધી પહોંચાડ્યું.

શ્રીલંકા-બાંગ્લાદેશ ટેસ્ટ મેચ ડ્રો

બીજી તરફ, શ્રીલંકાના પ્રથમ દાવમાં, પથુમ નિસાન્કા (187 રન) અને કમિન્ડુ મેન્ડિસ (87) એ 485રન બનાવ્યા હતા, જે બાંગ્લાદેશ કરતા માત્ર 10 રન ઓછા હતા. ત્યારબાદ ત્રીજા દિવસે, બાંગ્લાદેશે બીજા દાવમાં 177/3 ના સ્કોર સાથે 187 રનની લીડ મેળવી હતી. પરંતુ ચોથા દિવસે, વરસાદે રમતમાં વિક્ષેપ પાડ્યો, પરંતુ બાંગ્લાદેશે તેની લીડ 285/6 સુધી વધારી દીધી. છેલ્લા દિવસે, શ્રીલંકાને 296 રનનો લક્ષ્યાંક મળ્યો અને તેમણે 4 વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા, જેના કારણે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ.

આ પણ વાંચો: IND vs ENG : લીડ્સમાં સદી બાદ રિષભ પંતને ‘સ્ટુપિડ’ કહેનાર સુનીલ ગાવસ્કરે કહ્યું – ‘સુપર’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:19 pm, Sat, 21 June 25