IPL 2022 ની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) આમને-સામને થવા જઈ રહી છે. લીગમાં બંને ટીમો પ્રથમ વખત આમને સામને થવા જઈ રહી છે. કેન વિલિયમસન (Kane Williamson) ની કપ્તાનીવાળી હૈદરાબાદ (SRH) ની ટીમે આ સિઝનમાં જબરદસ્ત વાપસી દર્શાવી છે. ચાહકોને આ ટીમમાં સ્ટાર્સની ઉણપ દેખાઈ રહી હતી. પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમે શાનદાર વાપસી કરી હતી અને બે જીત મેળવી હતી. તે જ સમયે, KKR ની સફર પણ ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તે સતત જીતવામાં સફળ રહી નથી.
સનરાઈઝર્સ હૈદરાબાદ ચાર મેચમાં બે જીત અને બે હાર સાથે પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. બીજી તરફ કોલકાતાની ટીમ પાંચ મેચમાં ત્રણ જીત અને બે હાર સાથે બીજા સ્થાને છે. જો શુક્રવારે બંને ટીમો સામસામે ટકરાશે તો તેમની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને પહેલા રાજસ્થાન રોયલ્સ અને પછી લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા પરાજય મળ્યો હતો. જોકે ત્યાર બાદ ટીમે ગુજરાત જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને વાપસી કરી હતી અને સતત બે જીત મેળવી હતી. રાહુલ ત્રિપાઠીને છેલ્લી મેચમાં રિટાયર હર્ટ થવુ પડ્યુ હતુ પરંતુ તેની ઈજા ગંભીર નહોતી અને તે KKR સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે. જોકે, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે આગામી બે મેચ માટે ટીમની બહાર છે. તેમના સ્થાને શ્રેયસ ગોપાલ અથવા જગદીશન સુચિતને તક આપવામાં આવશે.
KKR વિશે વાત કરીએ તો, તેમના માટે સારા સમાચાર છે કે એરોન ફિન્ચનુ ક્વોરન્ટાઇન પૂર્ણ થઈ ગયુ છે. તે હૈદરાબાદ સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં તેને ટીમમાં જગ્યા આપવામાં આવી શકે છે. જો તે ટીમમાં આવશે તો રહાણેને બહાર જવું પડી શકે છે. જો કે ટીમમાં પહેલાથી જ સેમ બિલિંગ્સ, પેટ કમિન્સ, સુનીલ નરેન અને આન્દ્રે રસેલ વિદેશી ખેલાડીઓ તરીકે રમી રહ્યા છે, પરંતુ ફિન્ચને ટીમમાં સામેલ કરવા માટે બહાર બેસવું પડશે કારણ કે પ્લેઈંગ ઈલેવનમાં માત્ર ચાર વિદેશી ખેલાડીઓ જ રમી શકે છે.
વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, સેમ બિલિંગ્સ/એરોન ફિન્ચ, પેટ કમિન્સ, સુનિલ નારાયણ, ઉમેશ યાદવ, રસિક સલામ, વરુણ ચક્રવર્તી.