Tv9 Gujarati ક્રિકેટ અપડેટ્સ માટે લાવ્યુ ખાસ સુવિધા, એક ક્લીક પર મળશે Live સ્કોર, અપડેટસ, કૉમેન્ટરી

|

Jun 19, 2021 | 7:34 PM

ક્રિકેટ રસિકો માટે હાલમાં ક્રિકેટનો આનંદ ભરપૂર છે. હજુ પણ વર્ષના અંત સુધી ક્રિકેટર કેલેન્ડર ભરચક રહેનારુ છે. જેને લઇ TV9 ગુજરાતી ફેન્સ માટે લાવ્યુ છે ખાસ સુવિધા. ક્રિકેટ ન્યૂઝ ઉપરાંત જે તમને દરેક પળે, દરેક સ્થળે અપડેટ રાખવામાં મદદ કરશે.

Tv9 Gujarati ક્રિકેટ અપડેટ્સ માટે લાવ્યુ ખાસ સુવિધા, એક ક્લીક પર મળશે Live સ્કોર, અપડેટસ, કૉમેન્ટરી

Follow us on

વર્ષ 2021 નુ ક્રિકેટ કેલેન્ડર (Cricket Calendar) એકદમ ભરચક હોઇ ક્રિકેટ ફેન્સ માટે, મનોરંજન અને રોમાંચ થી ભરપૂર પસાર થઇ રહ્યુ છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) બાદ, ઘર આંગણે ઇંગ્લેંડ (England) સામે અને બાદમાં IPL 2021 ટૂર્નામેન્ટની 29 મેચો રમાઇ હતી. હાલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship Final) મેચ સાઉથમ્પટનમાં જારી છે.

ક્રિકેટ રસિકો માટે હાલમાં ક્રિકેટનો આનંદ ભરપૂર છે. હજુ પણ વર્ષના અંત સુધી ક્રિકેટર કેલેન્ડર ભરચક રહેનારુ છે. જેને લઇ TV9 ગુજરાતી ફેન્સ માટે લાવ્યુ છે ખાસ સુવિધા. ક્રિકેટ ન્યૂઝ ઉપરાંત ખાસ ફ્યુચર તમને દરેક પળે, દરેક સ્થળે અપડેટ રાખવામાં મદદ કરશે. જે ખાસ નવા ફીચર્સ તમને ક્રિકેટના રોમાંચની પળને સતત માણવા માટે મદદ કરશે.

ક્રિકેટ ફેન્સ પોતાની વ્યસ્તતા અને ટીવી થી દુર રહીને પણ ક્રિકેટના રોમાંચને નજીક જાળવી રાખી શકાશે. એટલે કે દરેક સમયે ક્રિકેટની તમામ પળોનો આનંદ મેળવી શકાશે. ક્રિકેટના ફેન્સ માટે TV9 ગુજરાતી ચેનલ તેના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ખાસ સુવિધા લાવ્યુ છે. જે સુવિધા ના માત્ર એક ક્લીક વડે તમને ક્રિકેટની અપડેટ જ આપશે, પરંતુ ક્રિકેટની ઝીણવટ ભરી માહિતી પણ મેળવી શકાશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જે નવા ફીચર્સ દ્રારા તમે, લાઇવ સ્કોર જોઇ શકશો. આ ઉપરાંત બોલ ટુ બોલ મેચની માહિતી મેળવી શકાશે. ફુલ સ્કોરકાર્ડ ઉપરાંત બોલ ટુ બોલ કૉમેન્ટરી અને મેચ અંગેની પળે પળની અપડેટ એક ક્લીક પર ઉપલબ્ધ રહેશે.

વિશ્વની તમામ ક્રિકેટ ટીમના ટેસ્ટ રેન્કીંગ, વન ડે રેન્કિંગ અને T20 રેન્કિંગ જાણી શકાશે. સાથે જ વિશ્વની તમામ ક્રિકેટ મેચોના શિડ્યુલ અને તેના અપડેટ પણ મેળવી શકાશે. તેમજ મેચના પરીણામો જાણી શકાશે. આમ માત્ર એક ક્લીક પર ક્રિકેટની તમામ વિગતોને જાણવી સરળ બનશે. સાથે જ ટોપ 9 ક્રિકેટ ન્યુઝ દ્રારા સતત અપડેટ રુપે મળતા રહેશે.

ક્રિકેટના આગામી આયોજન

ભારતીય ક્રિકેટ ટીમના આગામી શિડ્યુલની વાત કરવામાં આવે તો. શ્રીલંકા સામે જૂલાઇ માસમાં વનડે શ્રેણી અને T20 શ્રેણી કોલંબોમાં રમાનારી છે. ત્યાર બાદ ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી ઓગષ્ટ માસમાં રમાનારી છે. ત્યારબાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં IPL 2021 ની આગળની મેચો યુએઇમાં રમાશે. ઓક્ટોબર-નવેમ્બર મહિના દરમ્યાન T20 વિશ્વકપ રમાનાર છે.

Next Article