વિરાટ-રોહિત નહીં પણ આ ખેલાડી બનશે મહાન ટેસ્ટ ક્રિકેટર, સૌરવ ગાંગુલીએ કરી મોટી ભવિષ્યવાણી

|

Sep 09, 2024 | 5:45 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે એવા ખેલાડીનું નામ આપ્યું છે જે ભવિષ્યમાં સૌથી મહાન ટેસ્ટ ખેલાડી બની શકે છે. નવાઈની વાત એ છે કે તેણે જે ખેલાડીની પસંદગી કરી છે તે વિરાટ કોહલી કે જો રૂટ નથી.

વિરાટ-રોહિત નહીં પણ આ ખેલાડી બનશે મહાન ટેસ્ટ ક્રિકેટર, સૌરવ ગાંગુલીએ કરી મોટી ભવિષ્યવાણી
Sourav Ganguly (Photo - PTI)

Follow us on

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને આધુનિક ક્રિકેટનો મહાન ખેલાડી માનવામાં આવે છે. તે જ સમયે, જ્યારે ટેસ્ટ ફોર્મેટની વાત આવે છે, જો રૂટનું નામ આ દિવસોમાં સૌથી આગળ છે. એવું માનવામાં આવે છે કે રૂટ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તોડી શકે છે. આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે એવા ખેલાડીનું નામ આપ્યું છે જે ભવિષ્યમાં સૌથી મહાન ટેસ્ટ ખેલાડી બની શકે છે.

સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી

સૌરવ ગાંગુલીએ આગાહી કરી છે કે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટેસ્ટ ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં સામેલ કરવામાં આવી શકે છે. ગાંગુલીએ એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન કહ્યું, ‘હું રિષભ પંતને ભારતના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેનોમાંનો એક માનું છું. ટેસ્ટ ક્રિકેટમાં તેની વાપસીથી મને આશ્ચર્ય નથી થયું. તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. જો તે આવું જ પ્રદર્શન કરતો રહેશે તો તેનો સમાવેશ ટેસ્ટ ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં થઈ જશે. હું માનું છું કે તેણે ટૂંકા ફોર્મેટમાં વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે. તે પ્રતિભાશાળી છે અને મને ખાતરી છે કે તે ટૂંક સમયમાં આ કરવામાં સફળ થશે.

લાંબા સમય બાદ પંતની ટેસ્ટ ટીમમાં વાપસી

ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ઘાયલ થયા બાદ પંતને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની બાંગ્લાદેશ સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તેને બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ 11માં સામેલ થવાની પૂરી આશા છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

શમીની વાપસી પર કહી મોટી વાત

પગની ઘૂંટીના ઓપરેશનને કારણે મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો પરંતુ ગાંગુલીને વિશ્વાસ છે કે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ઝડપી બોલર સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. તેણે કહ્યું, ‘હું જાણું છું કે મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમમાં સામેલ નથી પરંતુ તે જલ્દી પરત ફરશે કારણ કે ભારતને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. ભારતનું આક્રમણ અત્યારે ઘણું સારું છે.

ભારતનું મજબૂત ઝડપી બોલિંગ આક્રમણ

ગાંગુલીએ વધુમાં કહ્યું, ‘હું ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની રાહ જોઈ રહ્યો છું. ટીમની ખરી કસોટી ત્યાં જ થશે. આ પછી ટીમને જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે અને આ બંને પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની હાજરી અને શમીની વાપસી ભારતીય ઝડપી બોલિંગ આક્રમણને મજબૂત બનાવશે.

આ પણ વાંચો: IPL: રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલ્સ માટે બ્લેન્ક ચેક ફગાવી દીધો, ટીમો કરોડો આપવા તૈયાર હતી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article