જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) એ T20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ત્યારબાદ તેને ODI ટીમની કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે કોહલીએ T20 વર્લ્ડ કપ માટે ટીમ સિલેક્શન મીટિંગમાં T20 કેપ્ટનશિપ છોડવાના નિર્ણયની વાત કહી તો બધાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. તેમાં સૌરવ ગાંગુલી (Sourav Ganguly) નો પણ સમાવેશ થતો હતો. ત્યારથી કહેવાય છે કે ગાંગુલી ટીમ સિલેક્શનમાં દખલ કરી રહ્યો છે. ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક ગાંગુલી હવે આ આરોપો પર બોલ્યા છે. બોર્ડના સેક્રેટરી જય શાહ (Jay Shah) સાથેના સંબંધો ને લઇને પણ દાદાએ સવાલ સામે પોતાની વાત જવાબ રુપે કહી હતી.
તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે ગાંગુલી અને BCCI સચિવ જય શાહ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જય શાહ સાથેના વિવાદના સમાચારને લઈને ગાંગુલીએ પણ પોતાનો પક્ષ રાખ્યો છે. ગાંગુલીનો એક ફોટો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પસંદગી સમિતિના લોકો સાથે બેઠો છે. આ ફોટો એ વાતના સમર્થનમાં રજૂ કરવામાં આવી રહ્યો છે કે ગાંગુલી ટીમ સિલેક્શનમાં દખલ કરે છે.
ગાંગુલીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ‘તમારા પર આરોપો છે કે તમે પસંદગી સમિતિને પ્રભાવિત કરો છો અને પસંદગીકારો પર દબાણ લાવવા માટે મીટિંગમાં બેસો છો.’ તો ગાંગુલીએ જવાબ આપ્યો, “મને નથી લાગતું કે મારે આ મુદ્દા પર કોઇને જવાબ આપવાની જરુર હોય કે પછી આ પ્રકારના આધારહીન આરોપોને હવા આપવાની જરુર હોય. હું બીસીસીઆઈ પ્રમુખ છું અને બીસીસીઆઈ પ્રમુખે જે કરવું જોઈએ તે કરી રહ્યો છું.”
ગાંગુલીએ ફોટો વિશે કહ્યું, “હું તમને એ પણ જણાવી દઉં કે સોશિયલ મીડિયા પર જે ફોટો ફરી રહ્યો છે જેમાં હું પસંદગી સમિતિની બેઠકમાં બેઠો છું, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ફોટો પસંદગી સમિતિની બેઠકનો નથી. (આ ફોટામાં ગાંગુલી BCCI સેક્રેટરી જય શાહ, કેપ્ટન વિરાટ કોહલી, જોઈન્ટ સેક્રેટરી જયેશ જ્યોર્જ સાથે બેઠેલા જણાય છે.) જ્યોર્જ પસંદગી સમિતિનો હિસ્સો નથી. મેં ભારત માટે 424 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. લોકોને યાદ કરાવવું એ ખરાબ વિચાર નથી, ખરું ને? (હસે છે)”
જ્યારે ગાંગુલીને બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “મારો જય સાથે સારો સંબંધ છે. તે મારા ખૂબ જ નજીકના અને વિશ્વાસુ સાથી છે. હું, જય અને અરુણ ધૂમલ, જ્યોર્જ આ બે વર્ષમાં બોર્ડને કોવિડને કારણે ઊભી થયેલી મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ક્રિકેટ હોય તેની ખાતરી કરવી જોઈએ. હું કહીશ કે આ બે વર્ષ અદ્ભુત રહ્યા છે. અમે એક ટીમ તરીકે તમામ કામ કર્યું છે.”
Published On - 4:25 pm, Fri, 4 February 22