રહાણેને ટેસ્ટ ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવતા સૌરવ ગાંગુલી થયો ગુસ્સે

|

Jun 29, 2023 | 10:23 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આગામી મહિને શરૂ થઈ રહેલ ટેસ્ટ સીરિઝ પહેલા જાહેર થયેલ ટીમ ઈન્ડિયામાં રહાણેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવતા પૂર્વ કપ્તાન નિરાશ થયો છે.

રહાણેને ટેસ્ટ ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવતા સૌરવ ગાંગુલી થયો ગુસ્સે
Sourav Ganguly and Ajinkya Rahane

Follow us on

આગામી  12 જુલાઇથી ભારત અને વિન્ડીઝ વચ્ચે શરૂ થઈ રહેલ ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમમાં વાઇસ કેપ્ટનની જવાબદારી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. આ નિર્ણય બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ નારાજગી વ્યક્ત કરી છે.

સૌરવ ગાંગુલીની પ્રતિક્રિયા

ન્યૂઝ એજન્સી PTI સાથે વાતચીત દરમિયાન BCCIના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝના આગામી પ્રવાસ માટે ટેસ્ટ ટીમના વાઇસ-કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેની પસંદગીથી મને આશ્ચર્ય થયું છે. રહાણે વાઇસ કેપ્ટન બનવાની રેસમાં પણ ન હતો. મને આ નિર્ણય વ્યવહારુ નથી લાગતો. પસંદગી સમિતિના નિર્ણય પાછળની વિચાર પ્રક્રિયાને સમજવામાં હું નિષ્ફળ ગયો છું.

Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
Knowledge : કઈ ચીજ માંથી બને છે કેપ્સ્યુલ? પેટમાં ઓગળતા કેટલો સમય લાગે છે?
અનંત-રાધિકાના સંગીતમાં 'મરમેઇડ' બની જાહ્નવી કપૂર, તસવીરો થઈ વાયરલ
આજનું રાશિફળ તારીખ 07-07-2024
વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા

જાડેજાને મોકો મળવો જોઈએ

ગાંગુલીએ વધુમાં જણાવ્યું હતું કે, રવીન્દ્ર જાડેજા જેવા કેટલાક ખેલાડીઓ ટીમમાં છે, જેઓ ટેસ્ટમાં રમવા માટે નિશ્ચિત છે, તે આ ભૂમિકા માટે આદર્શ ઉમેદવાર હોઈ શકે છે. તમે 18 મહિના માટે બહાર હતા, પછી તમે એક ટેસ્ટ રમો છો અને તમે વાઇસ-કેપ્ટન બની જાઓ છો. હું તેની પાછળની વિચારશરણી સમજી શકતો નથી. તમારી પાસે રવિન્દ્ર જાડેજા છે. તે લાંબા સમયથી ટીમનો હિસ્સો છે અને પાસે તે વાઇસ કેપ્ટન બનવાનો યોગ્ય ઉમેદવાર પણ છે, પરંતુ 18 મહિના પછી પાછા આવીને તરત જ વાઇસ-કેપ્ટન બનવાનું, મને સમજાતું નથી. મારો એકમાત્ર મુદ્દો એ છે કે પસંદગીમાં સાતત્ય હોવું જોઈએ.”

રહાણેનું દમદાર કમબેક

IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા અજિંક્ય રહાણેએ જોરદાર પ્રદર્શન કરી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટેની ભારતીય ટીમમાં સાથન મેઆવ્યું હતું અને લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયામાં કમબેક કરવામાં સફળ રહ્યો હતો. આ સિવાય રહાણેએ ઓસ્ટ્રેલિયા સામે WTCની ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ સામે બે ઇનિંગ્સમાં તેણે 89 અને 46 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ IPL : ખરાબ સિઝન બાદ દિલ્હી કેપિટલ્સે અજીત અગરકર અને શેન વોટસનની કરી છુટ્ટી

વિન્ડિઝ ટેસ્ટ શ્રેણી માટેની ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article