
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આજે 23 નવેમ્બરના રોજ બંન્ને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંન્નેની પીઠીના ફંક્શનમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જોવા મળી હતી. જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. શનિવારના રોજ સંગીત સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું હતુ. સ્મૃતિ અને પલાશે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ સલામ એ ઈશ્કના ફેમસ ગીત તેનુ લે કે મે જાવાંગા પર રોમેન્ટિક ડાન્સ કર્યો હતો.
સંગીત નાઈટશોનો આ વીડિયોમાં સ્મૃતિ અને પલાશ નાચતા જોવા મળ્યા હતા. ડાન્સની શરુઆત સ્મૃતિએ પલાશે ગળે લગાવી કરી હતી. ત્યારબાદ બંન્ને ગીતની ધુન પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. સ્મૃતિ મંધાનાએ પોતાના ડાન્સથી બધાને ચોંકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર આ ડાન્સનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેમજ ચાહકો આ ડાન્સને પસંદ કરી રહ્યા છે. આ કપલની કેમિસ્ટ્રી જોઈ મેહમાનોની સાથે સોશિયલ મીડિયા યુઝર્સ બંન્નેને પરફેક્ટ જોડી કહી રહ્યા છે.
સ્મૃતિ મંધાનાની સાથે ટીમની કેટલીક મહિલા ક્રિકેટર પણ જોવા મળી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓએ એક ગ્રુપ ડાન્સ પણ કર્યો હતો.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે ચાહકો સ્મૃતિ મંધાનાના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આ લગ્ન હાઈ પ્રોફાઈલમાં ક્રિકેટ જગતની અનેક દિગ્ગજ હસ્તીઓ સામેલ હશે.
પલાશ મુચ્છલે લગ્ન પહેલા સ્મૃતિ મંધાનાને નવી મુંબઈના ડીવાઈ પાટીલ સ્ટેડિયમમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ. મુચ્છલે પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો હતો. પલાશે સ્મૃતિ મંધાનાને પ્રપોઝ કર્યું હતુ. ત્યારબાદ વીંટી પહેરાવી હતી.