પિતાની તબિયત બગડ્યા બાદ સ્મૃતિ મંધાનાએ એક ચોંકાવનારું પગલું ભર્યું, ઇન્સ્ટાગ્રામ પરથી આ પોસ્ટ હટાવી

ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ પોતાના પિતાની તબિયત ખરાબ થયા બાદ મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલ સાથે લગ્ન મૂલતવી રાખ્યા છે. આ વચ્ચે તેમણે એક મોટું પગલું ભર્યું છે અને ઈન્સ્ટાગ્રામ પરથી સ્પેશિયલ પોસ્ટ દુર કરી છે.

પિતાની તબિયત બગડ્યા બાદ સ્મૃતિ મંધાનાએ એક ચોંકાવનારું પગલું ભર્યું, ઇન્સ્ટાગ્રામ પરથી આ પોસ્ટ હટાવી
| Updated on: Nov 24, 2025 | 11:12 AM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન અને સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાના લગ્ન અચાનક મૂલતવી રાખવામાં આવ્યા છે. રવિવાર 23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલની સાથે તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્ન પહેલા પરિવારમાં એક દુખદ સમાચાર સામે આવ્યા હતા. જેના કારણે લગ્ન મૂલતવી રાખવામાં આવ્યા છે. રવિવારે નાસ્તો કર્યા બાદ સ્મૃતિના પિતાની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ તેને સાંગલીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર તેના સ્વાસ્થ પર નજર રાખી રહ્યા છે. આ વચ્ચે સ્મૃતિ મંધાનાએ એક મોટું પગલું ભર્યું છે.

સ્મૃતિ મંધાનાએ લગ્ન સાથે જોડયેલી પોસ્ટ દુર કરી

સ્મૃતિ મંધાનાના મેનેજર તુહિન મિશ્રાના જણાવ્યા મુજબ સ્મૃતિએ ખુદ આ નિર્ણય લીધો છે કે, જ્યારે તેના પિતા સંપુર્ણ સ્વસ્થ નહી થાય. ત્યાં સુધી લગ્ન કરશે નહી. તેમણે લગ્નને મૂલતવી રાખ્યા છે. આ વચ્ચે સ્મૃતિ મંધાનાએ પોતાના સોશિયલ મીડિયા પરથી સગાઈના વીડિયો તેમજ લગ્ન સાથે જોડાયેલ પોસ્ટ દુર કરી છે. સ્મૃતિના આ નિર્ણય ચાહકો પણ હેરાન છે.

ખાસ વીડિયોની સાથે સગાઈની જાહેરાત કરી

સ્મૃતિએ એક શાનદાર વીડિયો ઈન્સ્ટાગ્રામ પર રીલ દ્વારા પલાશ મુચ્છલ સાથે પોતાની સગાઈની જાહેરાત કરી હતી. હવે આ પોસ્ટ સ્મૃતિના ઈન્સ્ટાગ્રામ પર જોવા મળતી નથી. જેનાથી સ્પષ્ટ થાય છે કે, તેમણે આ પોસ્ટ ડિલિટ કરી છે અથવા તો હાઈડ કરી છે.

પલાશ મુચ્છલે લગ્ન પહેલા સ્મૃતિ મંધાનાને એક મોટી સરપ્રાઈઝ આપી હતી. અને નવી મુંબઈના ડીવાઈ પાટીલ સ્ટેડિયમમાં મંધાનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ. પલાશ મુચ્છલે ખુદ 21 નવેમ્બરના રોજ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ વિશે એક સુંદર વીડિયો શેર કર્યો હતો. હવે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોવા મળતી નથી.સ્મૃતિ, જે તેના પિતાની ખૂબ નજીક હતી, તેણે તે સ્વસ્થ ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. તેથી, છેલ્લી ઘડીએ લગ્ન મુલતવી રાખવા પડ્યા છે.

આ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો