ઓસ્ટ્રેલિયા માટે આગામી ટી20 વર્લ્ડ કપ રમી શકે છે સિંગાપુરનો આ ક્રિકેટર

સિંગાપુરનો ટીમ ડેવિડ હાલ પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો છે અને શાનદાર પ્રદર્શન કરીને તમામનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા માટે આગામી ટી20 વર્લ્ડ કપ રમી શકે છે સિંગાપુરનો આ ક્રિકેટર
Tim David (PC: TV9)
| Edited By: | Updated on: Feb 15, 2022 | 10:30 PM

ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર મેથ્યુ વેડનું (Matthew Wade) માનવું છે કે ટીમ ડેવિડની (Tim David) પાસે આ વર્ષના અંતમાં રમાનારી ટી20 વર્લ્ડ કપમાં રમવા માટે શાનદાર તક છે. મેથ્યુ વેડનું માનવું છે કે જો તે આઈપીએલની સિઝનમાં શાનદાર પ્રદર્શન કરે છે તો તેને વર્લ્ડ કપ રમવા માટે તક મળી શકે છે. ટીમ ડેવિડેને આઈપીએલ 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction)માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ખરીદ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેને 8.25 કરોડ જેવી મોટી રકમથી ખરીદ્યો હતો.

તમને જણાવી દઈએ કે ટીમ ડેવિટની બેઝ પ્રાઈઝ 40 લાખ હતી અને આઈપીએલની હરાજીમાં ચાર ટીમોએ તેના ખરીદવા માટે રૂચી દાખવી હતી. હાલમાં તે પાકિસ્તાન સુપર લીગમાં મુલ્તાન સુલ્તાન્સ ટીમ તરફથી રમી રહ્યો છે. પીએસએલ લીગમાં તેણે ઘણી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે છેલ્લી 4 મેચમાં અનુક્રમે 12 બોલમાં 24 રન, 18 બોલમાં 34 રન, 19 બોલમાં 51* રન અને 29 બોલમાં 71 રનનો સ્કોર કર્યો હતો અને તમામનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું.

ટીમ ડેવિડે નિશ્ચિત રીતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને મેથ્યુ વેડે તેની ભરપુર પ્રશંસા કરી છે. વેડ પ્રમાણે ટીમ ડેવિડની સરખામણીએ હાલમાં ઓસ્ટ્રેલિયા ટીમમાં તેના જેવું બીજો કોઈ હાર્ડ હિટર નથી તો તેની સરખામણી કેરોન પોલાર્ડ અને આંદ્રે રસેલ સાથે કરી હતી.

મેથ્યુ વેડે ટીમ ડેવિડના ભરપેટ વખાણ કર્યા

મેથ્યુ વેડે Cricket.com.au સાથે વાત કરતા કહ્યું કે, “ઓસ્ટ્રેલિયામાં અમારી પાસે એવા ખેલાડી નથી જે ઈનિંગના અંતમાં ટીમ ડેવિડ જે કરી શકે છે તેવુ કરી શકે. તેની પાસે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓની જેમ પાવર છે. પોલાર્ડ અને રસેલ જે રીતે પાવરથી શોટ મારે છે તેવી રમત ટીમ ડેવિડ રમી રહ્યો છે. સારા બોલને પણ ચોગ્ગા-છગ્ગા ફટકારી શકે છે.

 

મેં લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં આવુ જોયું નથી. સ્ટોઈનિસ એ અન્ય ખેલાડીઓમાંતી એક છે જે ઓસ્ટ્રેલિયાને મળ્યા છે. મને લાગે છે કે ટીમ ડેવિડ તેની સાથે જ ઉભો છે. આ બધી લીગમાં આટલી મોટી રકમ મેળવવી અને રમવું એ અમુલ્ય છે. તે ઘણી મેચો રમી ચુક્યો છે.”

મેથ્યુ વેડે અંતમાં એ પણ કહ્યું કે, “જો તે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરે છે અથવા કેટલીક મેચમાં સારો સ્કોર કરે છે તો મને લાગે છે કે આવનારા ટી20 વર્લ્ડ કપ માટે તે રડારમાં રહેશે. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા પસંદગીકર્તાઓ તેની સાથે વાત કરશે અને સંપર્કમાં રહેશે. તેને જો તક મળશે તો મને ગમશે અને મને વિશ્વાસ છે કે તે આવુ કરવામાં સફળ રહેશે.”

આ પણ વાંચો : Ukraine Cricket: યુક્રેનમાં પણ ક્રિકેટના ચાહકો, બોર્ડથી લઇને ટીમમાં ભારતીયોનો જલવો છે

આ પણ વાંચો : સ્મૃતિ મંધાના ક્વોરન્ટાઇનમાંથી બહાર આવી, અંતિમ ત્રણેય વન-ડે માટે ઉપલબ્ધ રહેશે