Breaking News : T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદગી ન થવા પર શુભમન ગિલે મૌન તોડ્યું, જુઓ Video

શુભમન ગિલે T20 વર્લ્ડ કપ 2026 માં પસંદગી ન મળવા પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. આ દરમ્યાનનો તેમનો વીડિયો પણ સામે આવ્યો છે.

Breaking News : T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદગી ન થવા પર શુભમન ગિલે મૌન તોડ્યું, જુઓ Video
| Updated on: Jan 10, 2026 | 7:09 PM

T20 વર્લ્ડ કપ 2026: ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે યોજાયેલી પ્રી-પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલે T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમમાં પસંદગી ન મળવા અંગે ખુલ્લેઆમ વાત કરી. ગિલને ખરાબ ફોર્મ અને ટીમ કોમ્બિનેશનના કારણે ભારતીય T20 ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.

શુભમન ગિલે પ્રથમ વખત આ મુદ્દે જાહેર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તે પસંદગીકારોના નિર્ણયનો સંપૂર્ણ આદર કરે છે અને ટીમને આવનારા T20 વર્લ્ડ કપ માટે શુભેચ્છા પાઠવે છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી પહેલા પ્રી-પ્રેસ કોન્ફરન્સમાં ગિલે સ્પષ્ટ કહ્યું કે એક ખેલાડી તરીકે તેનું કામ સતત મહેનત કરવાનું છે અને પસંદગી પ્રક્રિયામાં નિર્ણયો લેવાનું કામ પસંદગીકારોનું છે.

ખેલાડીનું લક્ષ્ય દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું

ગિલે કહ્યું, “હું પસંદગીકારોના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરું છું. હું ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ માટે શુભકામનાઓ પાઠવું છું. હું જ્યાં છું, ત્યાં મને હોવું જ હતું. મારા ભાગ્યમાં જે લખાયેલું છે તે કોઈ મારી પાસેથી છીનવી શકતું નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે દરેક ખેલાડીનું લક્ષ્ય દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું જ હોય છે.

ઉલ્લેખનીય છે કે શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી ભારતીય T20 ટીમનો ઉપ-કેપ્ટન પણ રહ્યો છે. જોકે, તાજેતરના સમયમાં T20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન ખાસ અસરકારક રહ્યું નથી. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે યોજાયેલી T20 શ્રેણીમાં ગિલ માત્ર 4, 4, 0 અને 28 રન બનાવી શક્યો હતો, જે તેની પસંદગી સામે મોટું પ્રશ્નચિહ્ન બન્યું.

આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2025 દરમિયાન શુભમન ગિલે કુલ 15 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા, જેમાં તેણે 24.25 ની સરેરાશથી માત્ર 219 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે એકપણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. તેમનો સ્ટ્રાઈક રેટ 137.26 રહ્યો હતો, જે T20 ક્રિકેટના માપદંડ મુજબ પસંદગીકારોની અપેક્ષાઓ પર ખરો ઉતરતો નહોતો.

ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

ટીમની જાહેરાત બાદ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ગિલની બાદબાકીના કારણો સ્પષ્ટ કર્યા હતા. અજિત અગરકરે જણાવ્યું કે ગિલ એક ગુણવત્તાવાળો ખેલાડી છે, પરંતુ હાલના ફોર્મ અને ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

અજિત અગરકરે કહ્યું, “અમે જાણીએ છીએ કે ગિલ કેટલો પ્રતિભાશાળી ખેલાડી છે, પરંતુ હાલ તે રનમાં થોડો ઓછો છે. જ્યારે તમે 15 ખેલાડીઓની ટીમ પસંદ કરો છો, ત્યારે કોઈને બહાર રાખવું પડે છે. આ નિર્ણય કોઈ વ્યક્તિગત કારણોસર નહીં, પરંતુ સંપૂર્ણપણે ટીમ કોમ્બિનેશનના આધારે લેવામાં આવ્યો છે.”

Lauren Bell : 24 માંથી 19 ડોટ બોલ… ડેબ્યૂ મેચમાં 6.2 ફૂટની બોલરે મચાવી તબાહી, RCB ની જીત