
Shubman Gill Join Team India : ભારતીય ટી20 ટીમનો વાઈસ કેપ્ટન શુભમન ગિલ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. તે ઈજાને કારણે ટીમમાંથી બહાર હતો પરંતુ કટકમાં રમાનારી પહેલી ટી20 મેચ પહેલા તેમણે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી. શુભમન ગિલ રવિવાર સાંજે 9 કલાકે ભુવનેશ્વર પહોંચ્યો છે. ગિલના ભુવનેશ્વર પહોંચવાથીએ સ્પષ્ટ છે કે, તે 9 ડિસેમ્બરના રોજ રમાનાર પહેલી ટી20માં રમતો જોવા મળી શકે છે.
સાઉથ આફ્રિકા વિરુદ્ધ કોલકાત્તામાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન શુભમન ગિલની ગરદનમાં દુખાવો થયો હતો. જેના કારણે તેને ટીમમાંથી બહાર થવું પડ્યું હતુ. આ ઈજાના કારણે ગિલ ટેસ્ટ અને વનડે બંન્ને સીરિઝમાંથી બહાર થયો હતો. ટી20 સીરિઝ માટે તેનું સિલેક્શન થયું છે પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે, જો તે ફિટ હશે તો જ રમશે.
ભારતીય ટીમ માટે ખુશીની વાત એ છે કે ગિલે બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી. તે ફિટનેસના તમામ માપદંડો પર ખરો ઉતર્યો છે.ગિલના ફિટ હોવાની વાત ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે છેલ્લી વનડે બાદ આ વાત જણાવી હતી. ગંભીરે કહ્યું કે, શુભમન ગિલ ફિટ થયો છે. આ કારણ તેની પસંદગી થશે. તેમણે કહ્યું કે, ગિલ માત્ર રમવા માટે તૈયાર નથી પરંતુ રનનો ઢગલો કરશે.
શુભમન ગિલ પહેલી ટી20 માટે રવિવાર સાંજે 9 કલાકે ભુવનેશ્વર પહોંચ્યો હતો પરંતુ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ પહેલા જ ભુવનેશ્વર પહોંચી ગયા હતા. ટી20ના જે ખેલાડીઓ વનડે ટીમનો ભાગ હતા. તે ચાર્ટેડ ફ્લાઈટ દ્વારા રવિવાર સવારે ભુવનેશ્વર પહોંચ્યા હતા.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા સૌથી પહેલા ભુવનેશ્વર પહોંચનારો ભારતીય ખેલાડી હતો લોકલ મીડિયાના રિપોર્ટ મુજબ તેમણે કટકના બારાબાતી સ્ટેડિયમમાં રવિવારે સાંજે પ્રેક્ટિસ કરી હતી. ખાસ વાત એ હતી કે, પંડ્યાએ પોતાની પ્રેક્ટિસ ક્લોજ ડોરમાં કરી હતી.