
8 સપ્ટેમ્બર ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુબ ખાસ છે, કારણ કે, આજે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલનો જન્મદિવસ છે. ટીમ ઈન્ડિયાના નવા યુગના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એકનો જન્મદિવસ છે. સ્કૂલ ક્રિકેટથી લઈને અંડર-19 ક્રિકેટ, ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ, IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી, ગિલે પોતાની છાપ છોડી દીધી છે. આજે, 8 સપ્ટેમ્બર, 2026 ગિલ પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર તેના બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે 27મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. કેક સેલિબ્રેશનમાં ગિલનો આખો પરિવાર જોવા મળી રહ્યો છે. જેમાં તેની લાડલી બહેન અને તેના માતા-પિતા પણ જોવા મળી રહ્યા છે.
શુભમન ગિલે કેક કાપી. જોકે, તેને તેના મિત્ર અભિષેક શર્મા તરફથી કેક કાપતા પહેલા જ 27મા જન્મદિવસની ભેટ મળી ગઈ હતી. અભિષેક શર્મા અને શુભમન ગિલ વચ્ચે બાળપણની મિત્રતા છે. જે દુનિયા જાણે છે. તેઓ અંડર-14 દિવસમાં ક્રિકેટ સાથે રમ્યા હતા અને હવે સાથે સમય વિતાવી રહ્યા છે. જોકે, બાળપણના મિત્ર અભિષેક શર્માએ ગિલને તેના 27મા જન્મદિવસની ઉજવણી પહેલા જે ભેટ આપી તે ખરેખર નોંધપાત્ર હતી.
બર્થ ડે કેટ કટ કરતા પહેલા ગિલે પોતાના બાળપણના બેસ્ટ ફ્રેન્ડ અભિષેક શર્માની સાથે ક્રિકેટ મેચ પણ રમ્યો હતો. અભિષેકની ટીમ, અમૃતસર સુરમા, એ ગિલની ટીમ, ફાઝિલ્કા ફાલ્કન્સને હરાવી. મતલબ કે, તેના જન્મદિવસ પહેલા, અભિષેકે તેના મિત્રને હરાવી દીધો. અભિષેકની ટીમે માત્ર ગિલની ટીમને હરાવી નહીં, પણ મેચમાં ગિલની વિકેટ પણ લીધી હતી.
ગિલે તેના જન્મદિવસની ઉજવણી પહેલા તેના મિત્ર તરફથી મળેલી આ ભેટ વિશે શું કહ્યું તે તમે જ સાંભળો. તેણે કહ્યું કે, તેને અભિષેક સાથેની ક્રિકેટ સ્પર્ધા ખૂબ ગમે છે.