IND vs AUS : શ્રેયસ અય્યરે ઈન્દોરમાં કર્યો જોરદાર ધમાકો, ઓસ્ટ્રેલિયા સામે ફટકારી સદી

|

Sep 24, 2023 | 6:50 PM

વર્લ્ડ કપ પહેલા શ્રેયસ અય્યર ફોર્મમાં આવી ગયો છે અને તેણે ઈન્દોર વનડેમાં વિસ્ફોટક સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં મોટા ખેલાડીઓ નથી રમી રહ્યા, આવી સ્થિતિમાં આ સદી ખાસ બની જાય છે. શ્રેયસ અય્યર કુલ 105 રન બનાવીને આઉટ થયો હતો.

IND vs AUS : શ્રેયસ અય્યરે ઈન્દોરમાં કર્યો જોરદાર ધમાકો, ઓસ્ટ્રેલિયા સામે ફટકારી સદી
Shreyas Iyer

Follow us on

ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોરમાં રમાઈ રહેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ જોરદાર બેટિંગ કરી છે. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા શ્રેયસ અય્યરે આ મેચમાં વિસ્ફોટક સદી ફટકારી હતી અને વર્લ્ડ કપ (World Cup 2023) પહેલા તે ફોર્મમાં પાછો ફર્યો છે. ODI ફોર્મેટમાં શ્રેયસ અય્યર (Shreyas Iyer)ની આ સદી લગભગ એક વર્ષ પછી આવી છે, જ્યારે આ તેની કારકિર્દીની ત્રીજી સદી છે.

શ્રેયસ અય્યરની વિસ્ફોટક સદી

રવિવારે ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર વનડે મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ આ નિર્ણય તેમના માટે ખોટો સાબિત થયો હતો. ઋતુરાજ ગાયકવાડની વિકેટ ખૂબ જ ઝડપથી પડી હોવા છતાં, શ્રેયસ અય્યરે ક્રીઝ પર આવતાની સાથે જ તબાહી મચાવી દીધી અને મોટા શોટ મારવાનું શરૂ કર્યું હતું અને લાંબા સમય બાદ પોતાની સદી પણ પૂર્ણ કરી હતી.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

શુભમન ગિલ સાથે 200 રનની ભાગીદારી

શ્રેયસ અય્યરે 86 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ અય્યર અને શુભમન ગિલ વચ્ચે લગભગ 200 રનની ભાગીદારી પણ થઈ હતી અને બંનેએ ઓસ્ટ્રેલિયાને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધું હતું. શ્રેયસ અય્યર કુલ 105 રન બનાવીને આઉટ થયો હતો, તેણે 90 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં આવ્યો

શ્રેયસ અય્યરનું ફોર્મમાં પરત આવવું ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર છે, કારણ કે તે મિડલ ઓર્ડરમાં મહત્વનો બેટ્સમેન છે. લાંબા સમયથી તેના બેટમાંથી કોઈ મોટી ઈનિંગ આવી ન હતી, આવી સ્થિતિમાં શ્રેયસ અય્યરની આ સદી ઘણી મહત્વની છે. ઈજા બાદ ટીમમાં કમબેક કરનાર શ્રેયસ અય્યરના બેટમાંથી છેલ્લી ODI સદી ઓક્ટોબર 2022માં આવી હતી.

આ પણ વાંચો : Breaking News : IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે શ્રેયસ અય્યર-શુભમન ગિલની દમદાર સદી

નંબર-4 માટે ટીમ ઈન્ડિયામાં સૌથી યોગ્ય બેટ્સમેન

શ્રેયસ ODI વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સામેલ છે અને તે નંબર 4 માટે ટીમ ઈન્ડિયા માટે સૌથી યોગ્ય બેટ્સમેન પણ છે. જોકે જો શ્રેયસ નંબર 4 પર આવે છે તો સૂર્યકુમાર યાદવને પ્લેઇંગ 11માંથી બહાર બેસવું પડી શકે છે.

શ્રેયસ અય્યરની ODI સદીઓ:

103 vs ન્યુઝીલેન્ડ, 5 ફેબ્રુઆરી 2020
113 vs દક્ષિણ આફ્રિકા, 9 ઓક્ટોબર 2022
105 vs ઓસ્ટ્રેલિયા, 24 સપ્ટેમ્બર 2023

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article