IPL 2022: દિલ્હી કેપિટલ્સે સુકાની પદથી હટાવવા પર શ્રેયસ અય્યરે મૌન તોડ્યુ, કહી મહત્વની વાત

|

Mar 01, 2022 | 4:46 PM

શ્રેયસ અય્યરે સાતમી સિઝન બાદ 2019માં પોતાની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સ ટીમને પહેલીવાર પ્લે ઓફમાં પહોંચાડ્યું હતું.

IPL 2022: દિલ્હી કેપિટલ્સે સુકાની પદથી હટાવવા પર શ્રેયસ અય્યરે મૌન તોડ્યુ, કહી મહત્વની વાત
Shreyas Iyer (PC: IPL)

Follow us on

ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ માટે રમતો જોવા મળશે. કોલકાતા ટીમે શ્રેયસ અય્યરને ટીમનો સુકાની જાહેર કર્યો છે. ત્યારે શ્રેયસ અય્યરે ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમે સુકાની પદ પરથી હટાવ્યા બાદ પહેલીવાર પોતાની ચુપ્પી તોડી હતી. શ્રેયસ અય્યરે સાતમી સિઝન બાદ 2019માં પોતાની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સ ટીમને પહેલીવાર પ્લે ઓફમાં પહોંચાડ્યું હતું. જ્યા ટીમે એલિમિનેટરમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ગ્રુપમાં ત્રીજા સ્થાને રહ્યું હતું પણ બીજા ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી જતાં ટાઈટલથી વંચીત રહી ગયું હતું.

જોકે ઈંગ્લેન્ડ સામે સ્થાનિક વન-ડે સીરિઝ સમયે ખંભામાં ઈજાના કારણે તેને 2021ની સિઝનમાં શરૂઆતથી જ બહાર થઈ જવું પડ્યું હતું. ત્યારબાદ યુકેમાં સર્જરી કરાવ્યા બાદ અય્યરે યુએઈમાં રમાયેલી ટુર્નામેન્ટમાં બીજા ભાગમાં વાપસી કરી હતી પણ અય્યરની વાપસી છતાં રિષભ પંતને જ ટીમની કમાન આપવામાં આવી હતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા શ્રેયસ અય્યરને પુછવામાં આવ્યું હતું કે સૌથી મોટી ખામી શું હતી તેના જવાબમાં તેણે કહ્યું કે ઈજા. તે એક મોટી નિરાશા હતી. જો એવું ન થાત તો ટીમ મને સુકાની પદ પરથી હટાવ્યો ન હતો. દિલ્હી કેપિટલ્સમાં અમારી 2021ની શરૂઆતનો અમારો માહોલ જુઓ, તેને અમે 2019 અને 2020માં બનાવ્યો હતો તે માહોલ અદભુત હતો. ખેલાડીઓ એક બીજાને અંદરથી જાણતા હતા, તેમની તાકાત અને નબળાઈઓ ઓળખતા હતા. હું તે બાબતના ઉંડાણમાં જવા નથી માંગતો.” 15મી સિઝનથી પહેલા દિલ્હી ટીમે અય્યરને રીલિઝ કરી દીધો હતો. ત્યારબાદ કોલકાતા ટીમે શ્રેયસ અય્યરને 12.25 કરોડમાં ખરીદ્યો હતો અને તેને ટીમનો સુકાની જાહેર કર્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તેણે કહ્યું, “ક્યારેક ક્યારે વસ્તુઓ સારા માટે થતી હોય છે. બસ ફરક એટલો હોય છે કે આપણને તેના વિશે પછીથી ખ્યાલ આવે છે. હું ન્યુઝીલેન્ડમાં સારી સ્થિતિમાં હતો અને મારી બેટિંગ પર ખરેખર આત્મવિશ્વાસ મહેસુસ કરી રહ્યો હતો. સુકાની તરીકે મારૂ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન ચાલી રહ્યું હતું અને મેં લગભગ 500 રન પણ બનાવ્યા હતા.”

શ્રેયસ અય્યરે કહ્યું, “હું સારી માનસિક સ્થિતિમાં હતો અને ત્યારબાદ ઈજામાં વધારો થયો. તેથી તત્કાલીક બ્રેક લેવું સહેલું નથી હોતું. તમારે ફરીથી શરૂઆત કરવી પડતી હોય છે. ઈજા થવી અને રીહેબ દર્દનાક હોય છે પણ ત્યાર બાદ મને સારૂ થઈ ગયું.ઇજાએ મને મહેસુસ કરાવ્યું કે હું તે ખેલાડીના માત્ર 50% જ છું જે ખરેખર હું કરી રહ્યો હતો. ઈજામાંથી બહાર આવ્યા બાદ હું ફ્રેસ અનુભવી રહ્યો છું અને વધારે તાકાતથી મેદાન પર પરત ફર્યો છું. એટલા માટે જે થાય છે તે સારા માટે જ થાય છે.

આ પણ વાંચો : IPL 2022: જેસન રોયના લીગમાંથી હટ્યા બાદ ગુજરાત ટાઈટન્સની યોજના શું રહેશે, આકાશ ચોપડાએ કહી મહત્વની વાત

આ પણ વાંચો : પંજાબ કિંગ્સ ટીમે જાહેર કર્યો પોતાનો નવો સુકાની, ભારતના આ બેટ્સમેનને મળી જવાબદારી

Next Article