મહિલા કેરેબિયન પ્રીમિયર લીગમાં પ્રથમ વખત કોઈ ભારતીય ક્રિકેટર જોવા મળશે. ભારતની યુવા ઓફ સ્પિનર શ્રેયંકા પાટીલ આ લીગમાં સામેલ થનારી દેશની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેણે ગયાના એમેઝોન વોરિયર્સ સાથે કરાર કર્યો છે અને જલ્દી તે આ લીગમાં રમી ઇતિહાસ રચશે.
31 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી રમાનારી આ લીગમાં શ્રેયંકા પાટીલ ગયાના એમેઝોન વોરિયર્સ તરફથી રમતી જોવા મળશે. શ્રેયંકા પાટીલ વિદેશી T20 લીગમાં કરાર મેળવનારી પ્રથમ અનકેપ્ડ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. તેને વેસ્ટ ઈન્ડિઝની પૂર્વ કેપ્ટન સ્ટેફની ટેલરની ટીમમાં પસંદ કરવામાં આવી છે. વિમેન્સ કેરેબિયન પ્રીમિયર લીગ ગયા વર્ષે શરૂ થઈ હતી. ગયા વર્ષે ફાઈનલ સહિત કુલ 4 મેચ રમાઈ હતી. આ વખતે મેચોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
Shreyanka Patil becomes the first Indian Women cricketer to be part of the Women’s CPL. pic.twitter.com/9WsnzVgwsA
— Johns. (@CricCrazyJohns) June 30, 2023
શ્રેયંકા પાટીલ ગયા મહિને ઇમર્જિંગ વિમેન્સ એશિયા કપમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બની હતી. શ્રેયંકાએ થોડા મહિના પહેલા એક ઈન્ટરવ્યુમાં બેંગ્લોરમાં મહિલાઓ માટેના ટોઈલેટની સફાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે કહ્યું કે મહિલા ક્રિકેટ પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ જ્યારે મહિલા ખેલાડીઓ સ્થાનિક મેચ રમવા જાય છે ત્યારે તેમને સ્વચ્છ શૌચાલય નથી મળતા. તેમને વારંવાર સ્વચ્છ શૌચાલય શોધવું પડતું હોય છે.
મહિલા પ્રીમિયર લીગ 2023માં શ્રેયંકા પાટીલનું નામ પ્રથમ વખત ચર્ચામાં આવ્યું હતું. 20 વર્ષીય સ્પિન બોલરે મહિલા IPLની પ્રથમ આવૃત્તિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા 7 મેચમાં 6 વિકેટ ઝડપી હતી અને તેના બોલિંગ પ્રદર્શન માટે ખૂબ પ્રશંસા મેળવી હતી.
ᴏɴ ᴛʜᴇ ᴜᴘʀɪꜱᴇ 📈
Overs: 7⃣
Wickets: 9⃣ 💥
Economy: 2️⃣.1️⃣4️⃣ 😵💫Unstoppable, unmatched, and the deserved ‘Player of the Series’, @shreyanka_patil! 🙌#PlayBold #TeamIndia #ACCWomensEmergingTeamsAsiaCup pic.twitter.com/j3HuwPVgJA
— Royal Challengers Bangalore (@RCBTweets) June 22, 2023
શ્રેયંકાનું શાનદાર પ્રદર્શન ગયા મહિને હોંગકોંગ દ્વારા યોજાયેલી ઇમર્જિંગ એશિયા કપ ટુર્નામેન્ટમાં પણ જોવા મળ્યું હતું. શ્રેયંકાએ 2 મેચમાં 7 ઓવર ફેંકી હતી જેમાં તેણે 15 રન આપીને 9 વિકેટ લીધી હતી. ફાઈનલ મેચમાં શ્રેયંકાએ 4 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. શ્રેયંકાને તેના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.