Shocking Video: વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટર Michael Clarkeને ગર્લફ્રેન્ડે ચખાડયો મેથીપાક, BCCIના કોન્ટ્રાક્ટથી થઈ શકે છે બહાર

|

Jan 21, 2023 | 11:47 PM

આ વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરની ગર્લ ફ્રેન્ડ જેડ યારબ્રોએ તેને ઢોર માર માર્યો હતો. આ ઘટના એક કેમેરામાં કેદ થઈ હતી, ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જે માઈકલ ક્લાર્કના સમ્માન અને કમાણીને લાખોનો ચૂનો લાગ્યો છે.

Shocking Video: વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટર Michael Clarkeને ગર્લફ્રેન્ડે ચખાડયો મેથીપાક, BCCIના કોન્ટ્રાક્ટથી થઈ શકે છે બહાર
Michael Clarke Shocking Viral Video
Image Credit source: File photo

Follow us on

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરની ગર્લ ફ્રેન્ડ જેડ યારબ્રોએ તેને ઢોર માર માર્યો હતો. આ ઘટના એક કેમેરામાં કેદ થઈ હતી, ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જે માઈકલ ક્લાર્કના સમ્માન અને કમાણીને લાખોનો ચૂનો લાગ્યો છે.

ઓસ્ટ્રેલિયાઈ મીડિયાના રિપોર્ટ અનુસાર આવનારા સમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ માટે તે કોમેન્ટ્રી પેનલમાં સામેલ થવાનો હતો પણ હવે તેને આ કોમેન્ટ્રી પેનલમાંથી બહાર કાઢવામાં આવશે. BCCIએ બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માટે માઈકલ કલાર્કને ઈંગ્લિશ કોમેન્ટ્રી માટે સાઈન કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

82 લાખનો કોન્ટ્રાક્ટ થઈ શકે છે રદ્દ

મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2015ની વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કલાર્ક સાથે બનેલી આ ઘટના બાદ બીસીસીઆઈ પોતાનો નિર્ણય બદલી શકે છે. કલાર્ક અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ તેના કોન્ટ્રાક્ટ અંગે સમીક્ષા કરી શકે છે. મીડિયા રિપોર્ટસ પરથી જાણવા મળ્યું છે કે બીસીસીઆઈ અને ક્લાર્ક વચ્ચે લગભગ 82 લાખના કોન્ટ્રાક્ટ થયા હતા.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયોમાં કલાર્ક અને તેની ગર્લ ફ્રેન્ડ વચ્ચે થપ્પડ અને મુક્કાબાજી જોવા મળી રહી છે. રાતના અંધારામાં બંને ખુલ્લા રસ્તામાં વચ્ચે જ લડી રહ્યા છે. આ હાઈ વોલ્ટેજ ડ્રામા પાછળનું પ્રેમમાં બેવફાઈ બતાવવામાં આવી રહ્યું છે. તેની ગર્લ ફ્રેન્ડે તેના પર ઠગાઈનો આરોપ લગાવ્યો છે. રસ્તા વચ્ચે બંનેની વચ્ચે ભયકર મારામારી થઈ હતી.

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરના ખરાબ દિવસો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે મહિલાઓ સામે વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટર પણ કઈ નથી.

Next Article