પાકિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર શોએબ મલિકે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તમામ આશા છોડી દીધી છે. શોએબ મલિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ફરી ક્યારેય પાકિસ્તાની ટીમ માટે રમવા માંગતો નથી, તેની હવે કોઈ ઈચ્છા નથી. જો કે, શોએબ મલિકે એ પણ કહ્યું કે તે હજુ નિવૃત્ત થશે નહીં. શોએબ મલિકે પાકિસ્તાન માટે છેલ્લે 2021માં T20 મેચ રમી હતી. તેને ત્રણ વર્ષથી પાકિસ્તાની ટીમમાં તક મળી નથી. જોકે મલિકે હાલમાં જ ODI અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, પરંતુ તે T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
શોએબ મલિકે ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘હું ખૂબ ખુશ છું, સંતુષ્ટ છું. હું ઘણા વર્ષો સુધી પાકિસ્તાન માટે રમ્યો હતો અને હવે મને પાકિસ્તાન ટીમ માટે રમવામાં કોઈ રસ નથી. મેં પહેલાથી જ બે ફોર્મેટ છોડી દીધા છે અને હજુ એક ફોર્મેટ બાકી છે. કારણ કે હું વિદેશી લીગમાં રમતો રહું છું અને મને જ્યાં પણ તક મળે છે ત્યાં એન્જોય કરું છું. પરંતુ હવે પાકિસ્તાન સાથે રમવામાં કોઈ રસ નથી.
I have no interest in playing for Pakistan again. Shoaib Malik
Watch full interview on Cricket Pakistan website pic.twitter.com/mtmdOLhnVH
— Saleem Khaliq (@saleemkhaliq) July 25, 2024
શોએબ મલિકની કારકિર્દીની શરૂઆત વર્ષ 1999માં થઈ હતી. આ ખેલાડીએ શારજાહમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વનડે મેચ રમી હતી. આજે 23 વર્ષ વીતી ગયા છે અને આ ખેલાડી હજુ પણ પ્રોફેશનલ ક્રિકેટ રમી રહ્યો છે. શોએબ મલિકની કારકિર્દી ખરેખર શાનદાર છે. મલિકે 35 ટેસ્ટમાં 3 સદીની મદદથી 1898 રન બનાવ્યા છે, આ સિવાય તેણે 287 વનડેમાં 7534 રન બનાવ્યા છે, જેમાં 9 સદી સામેલ છે. તેણે પાકિસ્તાન માટે 124 T20 મેચ રમી જેમાં તેણે 31 થી વધુની એવરેજથી 2435 રન બનાવ્યા. જો T20 લીગની પણ વાત કરીએ તો મલિકે પોતાના કરિયરમાં 542 મેચ રમી છે જેમાં તેણે પોતાના બેટથી 13360 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 182 વિકેટ પણ લીધી છે.
આ પણ વાંચો: IND vs SL: નવો કોચ, નવો કેપ્ટન, નવી ટીમ, નવી જર્સી, ટીમ ઈન્ડિયાની જર્સીમાં મોટો ફેરફાર
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 7:19 pm, Thu, 25 July 24