IND vs WI:વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-વિરાટને આરામ શિખર ધવન બન્યો કેપ્ટન

|

Jul 06, 2022 | 4:27 PM

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કપ્તાની શિખર ધવન ( Shikhar Dhawan )ને આપવામાં આવી છે.

IND vs WI:વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-વિરાટને આરામ શિખર ધવન બન્યો કેપ્ટન
IND vs WI:વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
Image Credit source: AFP

Follow us on

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કપ્તાની શિખર ધવન(Shikhar Dhawan) ને આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સીનિયર પસંદગી સમિતિએ બુધવાર, 6 જુલાઈના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામેની આ 3 મેચની સિરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી. ટીમના સીનિયર અને મલ્ટી-ફોર્મેટ ખેલાડીઓને આ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે, જેમાં સુકાની રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા નામો મુખ્ય છે. તે જ સમયે, શુભમન ગિલ ODI ટીમમાં પરત ફર્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ધવન બીજી વખત કેપ્ટન બન્યો

ડાબા હાથના અનુભવી ઓપનર ધવનને બીજી વખત ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે. આ પહેલા તે ગયા વર્ષે શ્રીલંકા ગયેલી સેકન્ડ ક્લાસ ભારતીય ટીમનો કેપ્ટન હતો. ત્યારબાદ તેણે વનડે અને ટી20 સિરીઝમાં કેપ્ટનશિપ કરી હતી. બીજી તરફ, રવિન્દ્ર જાડેજાને ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેઓ પ્રથમ વખત આ જવાબદારી સંભાળશે. જાડેજાને આ વર્ષની શરૂઆતમાં આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેને ત્યાં સફળતા મળી ન હતી.

 

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમ

શિખર ધવન (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટમેન), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટમેન), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ

Published On - 3:56 pm, Wed, 6 July 22

Next Article