Sky Diving: શિખર ધવને કર્યો ખતરનાક સ્ટંટ, વિમાનમાંથી યુવતી સાથે માર્યો કૂદકો, જુઓ Video

શિખર ધવન દુબઈમાં પોતાના ફરી સમયમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો. દુબઈમાં તેણે એડવેન્ચર સ્પોર્ટમાં ભાગ લીધો હતો અને Sky Divingની મજા માણી હતી. ધવન હાલ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે.

Sky Diving: શિખર ધવને કર્યો ખતરનાક સ્ટંટ, વિમાનમાંથી યુવતી સાથે માર્યો કૂદકો, જુઓ Video
Shikhar Dhawan
| Edited By: | Updated on: Jul 15, 2023 | 6:15 PM

ટીમ ઈન્ડિયામાં ગબ્બરના નામથી પ્રખ્યાત સ્ટાર બેટ્સમેન શિખર ધવનનો એક Video હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે, જેમાં તે એક યુવતી સાથે Sky Diving કરતો જોવા મળી રહ્યો છે. શિખર હાલ ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે, એવામાં ફ્રી સમયમાં તે દુબઈમાં મસ્તી કરતો નજરે ચઢ્યો છે.

સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

ભારતીય ખેલાડી શિખર ધવને તેના ઓફિશિયલ instagram એકાઉન્ટ પર બે દિવસ પહેલા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એક યુવતી સાથે પ્લેનમાં બેસે છે અને બાદમાં પ્લેન આકાશમાં ઊંચે ગયા બાદ શિખર તે યુવતી સાથે આકાશમાંથી હવામાં ડાઈવ લગાવે છે. વીડિયોમાં ધવન સ્કાઈ ડાઈવિંગ કરતો જોવા મળી રહ્યો છે અને આ દરમિયાન તે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં તેની સાથે દેખાતી યુવતી Sky Diving એક્સપર્ટ છે.

દુબઈમાં કરી રહ્યો છે મસ્તી

37 વર્ષીય ‘ગબ્બર’ હાલમાં દુબઈમાં ક્રિકેટના મેદાનથી દૂર એડવેન્ચર સ્પોર્ટમાં પોતાનો સમય માણી રહ્યો છે, જેની એક ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં જોવા મળી હતી. શિખર ધવને પોસ્ટ શેર કરતાં કેપ્શનમાં લખ્યું- વાદળોમાંથી મુક્ત થવું, સંપૂર્ણ જીવન જીવવું. શિખર તેના દિલદાર સ્વભાવ માટે ફેમસ છે અને ટીમની બહાર ચાલી રહ્યો હોવા છતાં તે દરેક મોમેન્ટને મોજમાં જીવી રહ્યો છે. ધવન દુબઈ ટ્રિપનો ખૂબ જ આનંદ માણી રહ્યો છે.

ફેન્સને પસંદ આવ્યો ગબ્બરનો આ અંદાજ

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવનના દુબઈમાં સ્કાઈડાઈવિંગની મજા લેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શિખરના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ ધવનની આ પોસ્ટ પર મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. સાથે જ ચાહકો તેના ટીમ ઈન્ડિયામાં વાપસીની પણ માંગ કરી રહ્યા છે. અનેક ફેન્સે શિખરનો આ વીડિયો શેર પણ કર્યો હતો.

આ પણ વાંચો : World Cup 2023: ભારત પ્રવાસ માટે પાકિસ્તાનના બદલવા લાગ્યા સૂર, પૂર્વ દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન

ધવન ક્રિકેટ એક્શનથી દૂર

શિખર ધવન હાલમાં ક્રિકેટ એક્શનથી દૂર છે. તે છેલ્લે IPL 2023માં પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. IPLની 16મી સિઝનમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું પરંતુ તેનું ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરીશજનક રહ્યું હતું. પંજાબ પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે રહ્યું હતું. આ સિઝન દરમિયાન શિખર તેની ફિટનેસને લઈ પણ પરેશાન જોવા મળ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો