Breaking News : શિખર ધવન થયો ગુસ્સે, હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હિંસાની નિંદા કરી

Shikhar Dhawan on Bangladesh : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં એક વિધવા પર થયેલા સામૂહિક બળાત્કારની વિગતો આપવામાં આવી હતી અને તેને અસ્વીકાર્ય ગણાવી હતી.

Breaking News : શિખર ધવન થયો ગુસ્સે, હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હિંસાની નિંદા કરી
| Updated on: Jan 08, 2026 | 10:12 AM

ભારતીય ક્રિકેટના પૂર્વ ઓપનર બેટ્સમેન શિખર ધવને  હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં હિન્દુ લધુમતીઓ વિરુદ્ધ વધતી હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હિન્દુ વિધવા પર થયેલા ક્રુર હુમલાની નિંદા કરી હતી. તેમજ કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ હિંસા ક્યાંય પણ અસ્વીકાર્ય છે. તેમણે પીડિતા માટે ન્યાય અને સમર્થન માટે પણ પ્રાર્થના કરી.આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે. જ્યારે હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાય, ખાસ કરીને હિન્દુઓ પર હુમલા સતત વધી રહ્યા છે. હાલમાં અનેક દુખ ઘટનાઓ સામે આવી છે. જેમાં એક વિધવા મહિલાની સાથે ગેંગરેપ, વાળ કાપવા અને વૃક્ષ સાથે બાંધવા જેવી બર્બતા સામેલ છે.

બાંગ્લાદેશમાં થઈ રહી હિંસા પર ગુસ્સે થયો શિખર ધવન

હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં ડિસેમ્બરથી અત્યારસુધી અંદાજે 6થી વધુ હિન્દુ પુરુષોની હત્યા થઈ છે. જેમાં વેપારી, દુકાનદારો અને સામાન્ય નાગરિક સામેલ છે. જેમણે ચાકુ મારી , ગોળી મારી કે આગ લગાવી હત્યા કરવામાં આવી હતી. હવે એક હિન્દુ મહિલાની સાથે 2 પુરુષોએ સામૂહિક બાળત્કાર કર્યો છે. ત્યારબાદ તેને વૃક્ષ સાથે બાંધવામાં આવ્યો છે. તેના વાળ પણ કાપી નાંખવામાં આવ્યા હતા. ત્યારે શિખર ધવને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી લખ્યું કે, બાંગ્લાદેશમાં એક હિન્દુ વિધવા પર ક્રુર હુમલા વિશે વાંચી દુખ થયું કોઈ પણ વિરુદ્ધ આવી હિંસા અસ્વીકાર્ય છે. પીડિતા માટે ન્યાય અને સમર્થન માટે પ્રાર્થના.

 

 

 

બાંગ્લાદેશમાં કેમ થઈ રહી છે હિંસા?

તમને જણાવી દઈએ કે, સિંગાપુરમાં જુલાઈ મહિનામાં થયેલા વિદ્રોહના આયોજકો શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદથી પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારબાદ બાંગ્લાદેશમાં અનેક હિન્દુ વ્યક્તિઓ પર હુમલો થયો છે. તેમને હેરાન કરવામાં આવ્યા, જે આજે પણ ચાલુ છે. હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે, લઘુમતી સમુદાય ભયમાં જીવે છે. માનવધિકાર સંગઠનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનાથી સેકન્ડો એવી ઘટનાઓ સામે આવી છે. જેમાં મંદિરો પર હુમલો, લુંટ તેમજ જાતીય સતામણી સામેલ છે.

બાંગ્લાદેશ એ દક્ષિણ એશિયામાં આવેલ એક દેશ છે. બાગ્લાદેશની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ સરહદો ભારત સાથે અને દક્ષિણ પૂર્વ સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી છે. અહી ક્લિક કરો

Published On - 10:11 am, Thu, 8 January 26