ભારતીય મહિલા ક્રિકેટર શેફાલી વર્માએ દક્ષિણ આફ્રિકા સામે ચેન્નાઈમાં હંગામો મચાવ્યો છે. તેણે આ મેચમાં કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. હવે તેણે બેવડી સદી ફટકારીને નવો ઈતિહાસ રચ્યો છે. શેફાલીએ માત્ર 200 બોલમાં બેવડી સદી ફટકારીને મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડના નામે હતો. 2024માં જ તેણે ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણ આફ્રિકા સામે 248 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. આવી સ્થિતિમાં શેફાલી વર્મા તેની ઓપનિંગ પાર્ટનર સ્મૃતિ મંધાના સાથે બેટિંગ માટે ક્રિઝ પર આવી. તે શરૂઆતની ઓવરોમાં થોડી સાવધાનીથી રમી હતી, પરંતુ પિચને સમજ્યા બાદ તે રોકાઈ ન હતી. તેણે સતત રન બનાવ્યા અને માત્ર 113 બોલમાં સદી ફટકારી. બીજી બાજુથી બે વિકેટ પડી હતી, તેમ છતાં તે આગળ વધતી રહી અને માત્ર 200 બોલમાં બેવડી સદી ફટકારી. તે વિશ્વની 10મી મહિલા ક્રિકેટર બની છે અને બેવડી સદી ફટકારનારી ભારતની માત્ર બીજી મહિલા ક્રિકેટર બની છે. મિતાલી રાજે 2002માં ભારત માટે બેવડી સદી ફટકારી હતી. હવે 22 વર્ષ બાદ શેફાલીએ આ સિદ્ધિ મેળવી છે.
2⃣0⃣5⃣ runs
1⃣9⃣7⃣ deliveries
2⃣3⃣ fours
8⃣ sixesWHAT. A. KNOCK
Well played @TheShafaliVerma!
Follow the match ▶️ https://t.co/4EU1Kp6YTG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/UTreiCRie6
— BCCI Women (@BCCIWomen) June 28, 2024
આ પહેલા શેફાલી વર્માએ સ્મૃતિ મંધાના સાથે 292 રનની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી કરી હતી. આ સાથે બંનેએ પાકિસ્તાનનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના સાજીદા શાહ અને કિરણ બલોચના નામે હતો. વર્ષ 2004માં બંનેએ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વિકેટ માટે 241 રનની ભાગીદારી કરી હતી. આટલું જ નહીં, શેફાલી અને મંધાના કોઈ પણ વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારી કરનાર વિશ્વની બીજી જોડી બની ગઈ છે. સ્મૃતિ મંધાનાની 149 રનની શાનદાર ઈનિંગ બાદ શેફાલીની વિસ્ફોટક બેવડી સદીએ ભારતીય ટીમને ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે.
આ પણ વાંચો: Video : ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને એમએસ ધોનીની નકલ કરવાનું ભારે પડ્યું
Published On - 5:29 pm, Fri, 28 June 24