
પાકિસ્તાન ટેસ્ટ કેપ્ટન શાન મસૂદે પૂર્વ ભારતીય બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગનો 19 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સેહવાગે આ રેકોર્ડ પાકિસ્તાનની ધરતી પર જ બનાવ્યો હતો અને આથી જ તેને મુલ્તાન કા સુલતાન કહેવામાં આવે છે. શાન મસુદે કરાચીમાં 177 બોલમાં બેવડી સદી ફટકાતા ઈન્ઝમામ-ઉલ-હકનો સૌથી ઝડપી ડબલ સેન્ચ્યુરી પડકારવાનો પાકિસ્તાનનો રેકોર્ડ તો તોડ્યો જ છે સાથોસાથ વિરેન્દ્ર સેહવાગનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડા શતકનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
હવે સૌથી ઝડપી ડબલ સેન્ચ્યુરી ફટકારવાના રેકોર્ડમાં શાન મસૂદ નંબર 1 બેટ્સમેન બની ગયો છે. આ સિદ્ધિ મસૂદે પ્રેસિડેન્ટ્સ કપ ડિપાર્ટમેન્ટલ ટુર્નામેન્ટમાં 185 બોલમાં 212 રનની તોફાની ઈનિંગ દરમિયાન મેળવી છે. જો કે, ખાસ વાત એ છે કે વિરેન્દ્ર સેહવાગે આ રેકોર્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં બનાવ્યો હતો. જ્યારે શાન મસૂદે આ રેકોર્ડ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં તોડ્યો છે. ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સેન્ચ્યુરી બનાવવાનો રેકોર્ડ તો હજુ સેહવાગના નામ પર જ રહેશે.
વિરેન્દ્ર સહવાગે વર્ષ 2006માં પાકિસ્તાન સામે લાહોરમં માત્ર 182 બોલમાં ડબલ સેન્ચ્યુરી બનાવી હતી. પાકિસ્તાન સામે વિસ્ફોટક ડબલ સેન્ચ્યુરી માટે વિરેન્દ્ર સેહવાગને ‘મુલતાન કા સુલતાન’ પણ કહેવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનમાં લાહોર ટેસ્ટ દરમિયાન રમાયેલી તેની બેવડી સદીવાળી ઈનિંગ સૌથી વધુ તોફાની હતી. આ ટેસ્ટ જ નહીં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સૌથી ઝડપી ડબલ સેન્ચ્યુરી હતી. જેનો રેકોર્ડ અત્યાર સુધી સેહવાગના નામ પર ચાલી રહ્યો હતો. પાકિસ્તાન માટે સૌથી ઝડપી શતકનો રેકોર્ડ ઈન્ઝમામ-ઉલ-હકના નામ પર હતો. જે પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન હતો. તેમણે 1992માં ઈંગલેન્ડમાં 188 બોલમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે ઈંઝમામનો 33 વર્ષ જૂનો આ રેકોર્ડ પણ શાન મસૂદના નામે થઈ ગયો છે.
શાન મસૂદ કરાચી પ્રેસિડેન્ટ્સ કપ ડિપાર્ટમેન્ટલ ટુર્નામેન્ટમાં સુઈ નોર્ધન ગેસ પાઈપલાઈન્સ (SNGPL) ની તરફથી રમી રહ્યો હતો. સાહિર એસોસિએટ્સ વિરુદ્ધની મેચમાં SNGPL ના ઓપનર અઝાન અવૈસ 53 રનમાં આઉટ થઈ ગયા બાદ મસૂદ મેદાનમાં આવ્યો. તેમણે બીજી વિકેટ માટે બીજા ઓપનાર અલી જારયેબ સાથે 390 રનની વિશાળ પાર્ટનરશીપ કરી. જે પાકિસ્તાનના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની હિસ્ટ્રીમાં બીજી વિકેટ માટે સૌથી મોટી 10 પાર્ટનરશીપ પૈકી એક છે. મસૂદે 185 બોલમાં 212 રન અલી જારયેબે 237 બોલમાં 192 રન બનાવ્યા. મસૂદે બોલરોની બહુ ખરાબ રીતે ધોલાઈ રકરી. જેનાથી ટીમે 6 રન પ્રતિ ઓવરના હિસાબે રન બનાવ્યા. એસએનજીપીએલએ રમત પુરી થયા પછી 82.1 ઓવરમાં 2 વિકેટ પર 460 રન બનાવ્યા હતા.
Published On - 5:22 pm, Tue, 30 December 25