બાબર આઝમે પાકિસ્તાનમાં ચાલી રહેલા ચેમ્પિયન્સ ODI કપમાં સ્ટેલિયન્સ તરફથી રમતી સદી ફટકારી હતી. બાબરે 100 બોલમાં 104 રનની અણનમ ઈનિંગ રમી હતી. બાબર સિવાય સ્ટેલિયન્સનો કોઈ બેટ્સમેન અડધી સદી સુધી પહોંચી શક્યો ન હતો જો કે બાબર આઝમની સદી પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે આ ખેલાડીને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. સરફરાઝે કહ્યું કે બાબર આઝમને 40 ઓવર રમવા દો, તેને આઉટ ન કરો અને રસપ્રદ વાત એ છે કે આ બેટ્સમેન પણ આઉટ નહોતો અને તેણે બીજી સદી ફટકારી.
ફૈસલાબાદમાં રમાઈ રહેલી મેચમાં સ્ટેલિયન્સે પ્રથમ બેટિંગ કરીને સારી શરૂઆત કરી હતી. શાન મસૂદ અને યાસિર ખાને 76 રનની ભાગીદારી કરી હતી. આ પછી મસૂદ આઉટ થયો અને પછી બાબર આઝમ ક્રિઝ પર આવ્યો. તેણે સ્ટ્રાઈક રોટેશન પર વધુ ધ્યાન આપ્યું. બાબરે માત્ર 65 બોલમાં પોતાની અડધી સદી ફટકારી અને પછીના 50 રન 34 બોલમાં બનાવ્યા. બાબરે લિસ્ટ A ક્રિકેટમાં પોતાની 30મી સદી ફટકારી હતી. જો કે આ સદી છતાં બાબરની ટીમ 300 સુધી પહોંચી શકી નથી. વાસ્તવમાં બાબરને મિડલ ઓર્ડરનો સપોર્ટ મળ્યો ન હતો. કેપ્ટન મોહમ્મદ હરિસ માત્ર 6 રન બનાવી શક્યો હતો.
Crowd goes wild in Fsd at Babar’s arrival. Saifi to his bowlers: Bus inko babar babar krne dou isko 40 over khila denge pic.twitter.com/Dgp0UOaDfs
— Mohammad Aizaz (@SeedaBalla93) September 19, 2024
Babar Azam cruises to his 100 between a sea of cheering fans!#DiscoveringChampions #BahriaTownChampionsCup #AlliedBankStallionsvEngroDolphins pic.twitter.com/f8ovXwabUU
— Bahria Town Champions Cup (@championscuppcb) September 19, 2024
બાબર આઝમ છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ આ ખેલાડી પાકિસ્તાન ODI કપમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. બાબર આઝમે અત્યાર સુધી 3 ઈનિંગ્સમાં 225 રન બનાવ્યા છે અને તેની એવરેજ 112.50 છે. આ જ ટૂર્નામેન્ટમાં સદી ફટકારતા પહેલા બાબરે લાયન્સ સામે 76 રન બનાવ્યા હતા અને માર્કહોર્સ સામે 45 રન બનાવ્યા હતા, પાકિસ્તાનને આવતા મહિને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે, આવી સ્થિતિમાં બાબરનું પ્રદર્શન પાકિસ્તાની ટીમને મદદરૂપ થશે માટે સારા સમાચાર છે.
આ પણ વાંચો: મેચ પૂરી થતા જ રોહિત મેદાનમાં ભાગતો જોવા મળ્યો, ચેન્નાઈમાં જોવા મળ્યો અદ્ભુત નજારો
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 9:28 pm, Thu, 19 September 24