
Sanju Samson vs Delhi Capitals: Sanju Samson એ IPL 2026 માં પોતાની શાનદાર બેટિંગથી ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે. દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં તેણે સદી ફટકારીને માત્ર ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી નથી, પરંતુ મેચ બાદ પોતાના રમુજી નિવેદનથી પણ ચાહકોનું દિલ જીતી લીધું છે.
ચેન્નાઈના M. A. Chidambaram Stadium માં રમાયેલી IPL 2026 ની 18મી મેચમાં સંજુ સેમસને તોફાની ઇનિંગ રમી. તેણે માત્ર 52 બોલમાં પોતાની સદી પૂરી કરી અને અણનમ 115 રન બનાવ્યા. આ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ શાનદાર બેટિંગના કારણે Chennai Super Kings એ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 212 રનનો મોટો સ્કોર ઉભો કર્યો.
સદી ફટકાર્યા બાદ સંજુ સેમસને એક મજેદાર નિવેદન આપ્યું, જે ઝડપથી વાયરલ થયું. તેણે ભૂતપૂર્વ ભારતીય કોચ Ravi Shastri ને પોતાનો ‘લકી ચાર્મ’ ગણાવ્યો. સંજુએ હસતાં કહ્યું, “ખૂબ સારું લાગી રહ્યું છે. તમારો આભાર રવિ શાસ્ત્રી, તમે મારા માટે નસીબદાર છો. કૃપા કરીને દરેક મેચમાં આવજો, સાહેબ.”
પોતાના ફોર્મ વિશે વાત કરતાં સંજુએ જણાવ્યું કે, “જ્યારે તમે દેશ માટે મેચ જીતો છો, ત્યાર બાદ થોડી નિષ્ફળતાઓ શંકા પેદા કરી શકે છે. હું માત્ર મારા મૂળભૂત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. મને લાગ્યું કે કદાચ વધુ આક્રમક રમવું જોઈએ, પરંતુ હું મારા પ્લાન પર ટક્યો રહ્યો અને સદભાગ્યે તે કામ કર્યું.”
પિચ વિશે વાત કરતાં તેણે કહ્યું, “શરૂઆતમાં પિચ થોડી ધીમી લાગી રહી હતી. જ્યારે અક્ષર પટેલ બોલિંગ કરતો હતો ત્યારે બોલ અટકતો હતો, પરંતુ પછી પિચ બેટિંગ માટે વધુ અનુકૂળ બની ગઈ. આયુષ સાથે બેટિંગ કરવાનો અનુભવ સારો રહ્યો અને અમે ટીમ માટે મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કર્યો.”
આ સદી સંજુ સેમસનની આ સિઝનની પહેલી સદી છે અને IPL કારકિર્દીની ચોથી સદી પણ છે. ખાસ વાત એ છે કે તેની અગાઉની ત્રણેય સદીઓ પણ તેણે સિઝનની પહેલી સદી તરીકે જ ફટકારી હતી. 2017, 2019 અને 2021 માં.
IPL 2026 માં સૌ પ્રથમવાર થયો આ કમાલ, CSK ના ખેલાડી સંજુ સેમસને બનાવ્યો મોટો રેકોર્ડ