IND vs AUS : વિરાટ કોહલીને લઈ બે દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે LIVE શોમાં ઉગ્ર બોલાચાલી, જુઓ વીડિયો

|

Dec 27, 2024 | 3:51 PM

વિરાટ કોહલીને લઈને બે પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર અને ઈરફાન પઠાણ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઈરફાને વિરાટનો પક્ષ લીધો અને સંજય સાથે બોલાચાલી કરી. બંને વચ્ચેની બોલાચાલી લાઈવ ટીવી પર થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

IND vs AUS : વિરાટ કોહલીને લઈ બે દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે LIVE શોમાં ઉગ્ર બોલાચાલી, જુઓ વીડિયો
Irfan Pathan Sanjay Manjrekar heated argument
Image Credit source: INSTAGRAM

Follow us on

ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી સતત ચર્ચામાં રહે છે. અગાઉ તે ઓસ્ટ્રેલિયાના ડેબ્યૂ ખેલાડી સેમ કોન્સ્ટન્સને ખભા પર લેવા બદલ ટીકાઓથી ઘેરાયેલો હતો, જ્યારે હવે ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલના રન આઉટને લઈને ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં જ્યારે યશસ્વી જયસ્વાલ આઉટ થયો ત્યારે વિરાટ તેની સાથે બેટિંગ કરી રહ્યો હતો. બંને વચ્ચે તાલમેલના અભાવે જયસ્વાલે રન આઉટ થતાં પોતાની વિકેટ ગુમાવી હતી. હવે આ મુદ્દાને લઈને બે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર અને ઈરફાન પઠાણ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.

માંજરેકરે કહ્યું- વિરાટની ‘સ્કૂલ એરર’

સંજય માંજરેકરે યશસ્વીના આઉટ થવા પર કોહલીને જવાબદાર ગણાવ્યો હતો અને વિરાટની (સ્કૂલ એરર) ભૂલ ગણાવી હતી. માંજરેકરે કહ્યું, ‘આપણે વિરાટ કોહલીના પક્ષમાંથી વધુ વિચારી રહ્યા છીએ. આ સ્કૂલ એરર (શાળાની ભૂલ) હતી. વિરાટે પાછળ જોયું અને નક્કી કર્યું કે તે રન નથી. વાસ્તવમાં આ કોલ નોન-સ્ટ્રાઈકરનો નથી, તે સ્ટ્રાઈકરનો છે. જો જયસ્વાલે બેડ કોલ કર્યો હોત, તો પેટ કમિન્સે થ્રો બોલિંગ એન્ડ પર કર્યો હોત. કારણ કે તેણે ના કહ્યું, યશસ્વી પાસે કોઈ તક નહોતી.

નીતિશ કુમાર રેડ્ડીએ કેટલી કમાણી કરી?
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ? (Copy)
નીમ કરોલી બાબાએ જણાવી ધનવાન બનવાની 3 રીતો, તમારું ખિસ્સું પૈસાથી ભરાઈ જશે
કોઈ પણ સંજોગોમાં સવારે આટલા વાગ્યા સુધીમાં પથારી છોડી દેવી, જયા કિશોરીએ જણાવ્યું કારણ
1 જાન્યુઆરી, 2025 થી બદલાશે આ નિયમ, જાણી લો
Vastu Tips : ઘરની છત પર કાગડાનું બેસવું શુભ કે અશુભ સંકેત ? જાણો અહીં

ઈરફાને વિરાટનો પક્ષ લીધો

આ પછી ઈરફાને કહ્યું, ‘ક્રિકેટનું સત્ય એ છે કે જો કોઈ કટ મારે છે અને બોલ પોઈન્ટ ફિલ્ડરના હાથમાં જાય છે, ત્યારે કોલ નોન-સ્ટ્રાઈકર એન્ડમાંથી આવે છે પરંતુ સ્ટ્રાઈક પર હોય તે બેટ્સમેન પણ ઘણી વખત ના પાડી શકે છે. ઈરફાનને અટકાવતાં સંજયે કહ્યું કે, આ પોઈન્ટની વાત છે. અમે પાછળની વાત કરી રહ્યા છીએ. આ પછી ઈરફાને કહ્યું, આ સત્ય અને અસત્યની વાત નથી. હું જેની વાત કરું છું તે તમે સમજી શકતા નથી. અહીં અમે અભિપ્રાય વિશે વાત કરી રહ્યા છીએ અને એટલા માટે નહીં કે વિરાટ કોહલી અહીં છે.

 

ઈરફાન અને સંજય વચ્ચે ઉગ્ર બોલાચાલી

ઈરફાને વધુમાં કહ્યું કે, ગઈકાલે જ્યારે વિરાટ કોહલી વિશે વાત કરવામાં આવી હતી ત્યારે અમે બધા અહીં ઉભા રહીને શું કહી રહ્યા હતા? ઈરફાનના આ નિવેદન પર સંજયે વિચિત્ર ચહેરો બનાવ્યો. પછી સંજયે ઈરફાનને કહ્યું કે જો તમે મને વાત કરવા દેવા નથી માંગતા તો ઠીક છે, કોઈ વાંધો નથી. તેમણે કહ્યું કે પોઈન્ટ સારું ઉદાહરણ નથી. પછી ઈરફાન કંઈક કહેવા લાગ્યો. આ વાતથી માંજરેકરને ગુસ્સે આવ્યો તેણે ઈરફાનને કહ્યું કે તમે જ બોલો. આ સાંભળી ઈરફાન જરા હસ્યો અને પછી સંજયે કહ્યું, બોલો-બોલો. ઈરફાને આગળ કહ્યું, તમે પણ બોલો છો, અમે પણ બોલી રહ્યા છીએ.

માંજરેકર ઈરફાનની વાત સાથે સંપૂર્ણપણે અસંમત

સંજય માંજરેકર ઈરફાનની વાત સાથે સંપૂર્ણપણે અસંમત હોય તેવું લાગતું હતું. તેણે કહ્યું કે, કોચિંગ બુકમાં ઈરફાન પઠાણે કેટલાક બદલાવ લાવવા જોઈએ. ઈરફાન પઠાણની રનિંગ બીટવીન ધ વિકેટ વિશેની વિચારસરણી કોચિંગ બુકમાં સામેલ કરવી જોઈએ. જો પાછળ રન હોય તો નોન-સ્ટ્રાઈકર પણ જોય કે રન છે. આટલું કહીને સંજય પણ હસવા લાગ્યો.

આ પણ વાંચો: Virat Kohli Video: આઉટ થયા બાદ વિરાટ કોહલીને આવ્યો ગુસ્સો, ફેન્સ સાથે દલીલ કરવા લાગ્યો, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article