
સંજય બાંગરનો છોકરો હવે છોકરી બની ગયો છે તેણે પહેલીવાર ખુલ્લેઆમ દુનિયા સામે પોતાનો ડાન્સ રજૂ કર્યો છે. અનાયાએ ઈન્સ્ટાગ્રામ દ્વારા આખી દુનિયા સમક્ષ પોતાના ડાન્સ મૂવ્સ રજૂ કર્યા છે. જો તમે તે ડાન્સ મૂવ્સ જોશો, તો તમે કહેશો કે તે બોલિવૂડની તમન્ના, કેટરિના કે મલાઈકાથી ઓછી નથી. જેમ આ અભિનેત્રીઓ અદ્ભુત ડાન્સથી ફેન્સને દિવાના બનાવે છે તેવી જ રીતે અનાયા બાંગરે પણ પોતાન કાતિલ ડાન્સ મૂવ્સથી ઈન્સ્ટાગ્રામ યુઝર્સને ઘાયલ કરી દીધા છે.
અનાયા બાંગરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં તે તેની એક ફ્રેન્ડ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. તેની ફ્રેન્ડ ડાન્સ કરી રહી છે અને અનાયા તેની ફ્રેન્ડના ડાન્સ મૂવ્સને કોપી કરી રહી છે. વીડિયો જોઈને એવું લાગે છે કે જાણે બંને કોઈ ડાન્સ શોની તૈયારીમાં વ્યસ્ત હોય.
Sanjay Bangar’s son, now Daughter (Anaya Bangar) has gone through gender change therapy (Not sure about full SRS) and became a Girl, living in England. pic.twitter.com/bETqh0eeT5
— Abhijeet ♞ (@TheYorkerBall) November 9, 2024
ઈંગ્લેન્ડમાં હોર્મોન ટ્રાન્સપ્લાન્ટ બાદ સંજય બાંગરનો દીકરો છોકરી બન્યો છે. સંજય બાંગરનો દીકરો જે પહેલા આર્યન બાંગર તરીકે ઓળખાતો હતો, હવે છોકરી બન્યા પછી અનાયા બાંગર તરીકે ઓળખાય છે. અનાયા થોડા દિવસ પહેલા જ ઈંગ્લેન્ડથી ભારત આવી છે. ભારત પહોંચ્યા પછી તેણીએ સૌથી પહેલા પોતાની હેરસ્ટાઈલ બદલી અને વાળ સ્ટ્રેટ કરાવતો વીડિયો પણ શેર કર્યો.
ભારત આવ્યા પછી અનાયા બાંગર પરંપરાગત ભારતીય ડ્રેસ પહેરીને ખૂબ જ ખુશ દેખાતી હતી. સલવાર કમીઝમાં એક વીડિયો પોસ્ટ કરતી વખતે અનાયાએ લખ્યું કે તેણીને ભારતના પરંપરાગત પોશાક સાથે પ્રેમ થઈ ગયો છે.
સંજય બાંગરના દીકરાએ છોકરી બનતા પહેલા ઈંગ્લેન્ડ માટે ક્લબ લેવલની ક્રિકેટ મેચ પણ રમી હતી. તે અંડર એજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે પણ રમી ચૂક્યો છે. પરંતુ જેમ જેમ તે આર્યનથી અનાયા બન્યો, તેમ તેમ તેણે પોતાની ક્રિકેટર ઓળખ પણ ગુમાવી દીધી.
નોંધ : અનાયાનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પરથી ડિલીટ થઈ ગયો છે
આ પણ વાંચો: VIDEO : નવજોત સિંહ સિદ્ધુએ એમએસ ધોનીને કાચિંડો કહ્યો ? અંબાતી રાયડુ પર કર્યો વળતો પ્રહાર
Published On - 5:34 pm, Thu, 10 April 25