ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચ પર સલમાન ખાનનું મોટું નિવેદન, કહ્યુ- ભારતની હાર થાય તેવી કોઈ શક્યતા જ નથી

ઓપનિંગ સેરેમની દરમિયાન સલમાન ખાને તેની ફિલ્મ ટાઈગર 3નું પ્રમોશન કરવા પહોંચ્યો હતો. વર્લ્ડ કપલની ફાઈનલમાં પણ સલમાને ટાઈગર 3 નું પ્રમોશન કર્યું હતું. આ દરમિયાન સલમાને વિરાટ કોહલીના વખાણ કર્યા હતા. ટીમ ઈન્ડિયા વિશે વાત કરતા સલમાને શું કહ્યું હાલ તેની ચર્ચા થઈ રહી છે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચ પર સલમાન ખાનનું મોટું નિવેદન, કહ્યુ- ભારતની હાર થાય તેવી કોઈ શક્યતા જ નથી
Salman Khan
| Updated on: Nov 25, 2023 | 2:37 PM

હાલમાં સલમાન ખાન તેની ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. ભાઈજાન પર પણ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નો ફીવર છવાયો છે. સલમાન ખાને વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ સેરેમનીમાં સ્ટુડિયોમાંથી ભારતીય ખેલાડીઓ વિશે વાત કરી હતી. આજે ફરી એકવાર સલમાન ખાન વર્લ્ડકપ ફાઈનલની શરૂઆત પહેલા સ્ટુડિયોમાં જોવા મળ્યો હતો. તેમની સાથે કેટરિના કૈફ પણ હાજર રહી હતી.

સલમાને શું કહ્યું હાલ તેની ચર્ચા થઈ રહી છે

ઓપનિંગ સેરેમની દરમિયાન સલમાન ખાને તેની ફિલ્મ ટાઈગર 3નું પ્રમોશન કરવા પહોંચ્યો હતો. વર્લ્ડ કપલની ફાઈનલમાં પણ સલમાને ટાઈગર 3 નું પ્રમોશન કર્યું હતું. આ દરમિયાન સલમાને વિરાટ કોહલીના વખાણ કર્યા હતા. ટીમ ઈન્ડિયા વિશે વાત કરતા સલમાને શું કહ્યું હાલ તેની ચર્ચા થઈ રહી છે. ભારતે રમેલી બધી જ મેચને ધ્યાને લઈ સલમાન ખાને કહ્યું કે, ભારત જે રીતે રમ્યું છે, મને નથી લાગતું કે તેમની હારનો કોઈ ચાન્સ છે.

ફિલ્મના કલેકશનમાં ઘટાડો જોવા મળ્યો

તાજેતરમાં જ ટાઈગર 3 રિલીઝ થયા બાદ મેકર્સે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે શું તેની ફિલ્મ પર વર્લ્ડ કપ ફાઈનની અસર થશે. તેના જવાબમાં સલમાને કહ્યું કે, દિવસ દરમિયાન મેચ જુઓ અને ત્યારબાદ થિયેટરમાં જાઓ. સલમાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઇગર 3 સિનેમાઘરોમાં ચાલી રહી છે. આ ફિલ્મના કલેકશનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : બ્રેકિંગ ન્યૂઝ: ટીમ ઈન્ડિયાના બોલર મોહમ્મદ શમી સાથે જોડાયેલા મોટા સમાચાર, ફાઈનલ પહેલા શમીના માતાની તબિયત બગડતા હોસ્પિટલ લઈ જવાયા

ટાઈગર 3 ના ઓછા કલેકશનનું એક મોટું કારણ વર્લ્ડ કપ 2023ને પણ છે. સલમાનની ફિલ્મ રીલિઝ થઈ તે જ દિવસે ભારતની સેમીફાઈનલ મેચ હતી, તેથી લોકોને ક્રિકેટ મેચમાં વધારે રસ હતો. સમગ્ર વીક દરમિયાન બિઝનેસમાં ઘટાડો જોઈને એવું માનવામાં આવી રહ્યું હતું કે, આ ફિલ્મ વીકએન્ડ પર હિટ થશે. પરંતુ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ છોડીને કોઈ ફિલ્મ જોવા નહીં જાય.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:49 pm, Sun, 19 November 23