અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં સલમાન-ધોનીએ એકબીજાને ઇગ્નોર કર્યા, જુઓ વીડિયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી-વેડિંગ ફંકશનમાં અનેક સ્ટાર સામેલ થયા હતા. આ સિવાય રમતની દુનિયામાં નામચીન હસ્તીઓ આ દરમિયાન જોવા મળી હતી. એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન ખાન અને એમ.એસ ધોની એક બીજાની સામે આવ્યા અને બંન્ને અવગણા કરતા જોવા મળ્યા હતા.

અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં સલમાન-ધોનીએ એકબીજાને ઇગ્નોર કર્યા, જુઓ વીડિયો
| Updated on: Mar 03, 2024 | 11:08 AM

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી વેડિંગ સેરમની ચાલી રહી છે, આ 3 દિવસના ગ્રાન્ડ વેડિંગ ઈવેન્ટમાં અલગ જ રોનક જોવા મળી રહી છે, કાર્યક્રમમાં સામેલ થતા દુનિયાભરના સ્ટાર જોવા મળી રહ્યા છે.આ ગ્રાન્ડ સેરમનીથી ફોટો અને વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સલમાન ખાન અને ધોની એક સાથે જોવા મળી રહ્યા છે પરંતુ બંન્ને એક બીજા સાથે વાત કરતા નથી.

 

 

ભાઈજાન એમએસ ધોનીને નજરઅંદાજ કર્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે સલમાન ખાન અને એમ એસ ધોની એકબીજાની અવગણા કરે છે. ભાઈજાન એમએસ ધોનીને સંપૂર્ણપણે નજરઅંદાજ કરતો જોવા મળે છે. ધોની પણ સલમાન ખાનને ભાવ આપી રહ્યો નથી, વીડિયોમાં સ્પ્ષ્ટ જોવા મળે છે કે, બંન્ને આમને-સામને ઉભા છે ઈવેન્ટના આ વીડિયોને લોકો અનેક કોમેન્ટ કરી રહ્યા છે.

ધોની અને સલમાન ખાન વચ્ચે અસમંજસ

સરપ્રાઈઝની વાત તો એ છે કે, ધોની અને સલમાન ખાન વચ્ચે કોઈ અસમંજશ થઈ નથી પરંતુ તેમ છતાં બંન્ને એક બીજાને અવગણા કરી રહ્યા છે , તેના વિશે લોકો વાતો કરી રહ્યા છે. પરંતુ જો તમે આ વીડિયોને ધ્યાનથી જોશો તો ધોનીની પાસે અર્જુન કપુર ઉભો છે અને અર્જુન કપુર સાથે સલમાન ખાનન વધુ કોઈ વાત બનતી નથી.આવી સ્થિતિમાં, શક્ય છે કે અર્જુન કપૂરને કારણે જ સલમાન ધોની પાસે ન ગયો હોય અને તેણે તેને અવગણ્યું હોય.

અમેરિકન સિંગર રિહાનાએ શાનદાર પરફોર્મન્સ આપ્યું

મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ ફેસ્ટિવલ શુક્રવારે (1 માર્ચ) ગુજરાતના જામનગરમાં શરૂ થયા હતા. આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ આ ફંક્શનનો ભાગ બન્યા છે. અમેરિકન સિંગર રિહાના આ ખાસ કાર્યક્રમ માટે ભારત આવી હતી અને તેણે પણ આ દરમિયાન શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

આ પણ વાંચો : ખટારા ભરીને જામનગરમાં લગ્નમાં આવનારી રિહાના 2 બાળકોની છે માતા, આવો છે પરિવાર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:06 am, Sun, 3 March 24