
ક્રિકેટના મેદાન પર આપણને દરરોજ કંઈક નવું જોવા મળે છે, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ઈતિહાસમાં નોંધાઈ જાય છે. આવી જ એક દુર્લભ ઘટના પાકિસ્તાનની સ્થાનિક ટુર્નામેન્ટ પ્રેસિડેન્ટ્સ ટ્રોફીની ફાઈનલમાં બની હતી, જ્યારે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) ના બેટ્સમેન સઈદ શકીલને ડ્રેસિંગ રૂમમાં સૂવા બદલ ‘ટાઈમ આઉટ’ જાહેર કરવામાં આવ્યો હતો.
મેચ દરમિયાન, SBP ટીમ 128/1 પર મજબૂત સ્થિતિમાં હતી. ત્યારબાદ ઝડપી બોલર મોહમ્મદ શહઝાદે ઉમર અમીન અને ફવાદ આલમને સતત બે બોલ પર આઉટ કરીને સ્કોર 128/3 સુધી પહોંચાડ્યો. આ ઝટકા પછી, સઉદ શકીલને બેટિંગમાં આવવું પડ્યું, પરંતુ તે ત્રણ મિનિટમાં ક્રીઝ પર પહોંચી શક્યો નહીં. આના પર PTV ટીમના કેપ્ટન અમાદ બટ્ટે અપીલ કરી, જેને અમ્પાયરોએ સ્વીકારી અને સઉદ શકીલને ‘ટાઈમ આઉટ’ જાહેર કરવામાં આવ્યો.
Saud Shakeel has become just the seventh batter in first-class cricket history to be timed out pic.twitter.com/H07LA0mzg3
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2025
ક્રિકેટના નિયમો અનુસાર, જ્યારે કોઈ બેટ્સમેન આઉટ થાય છે, ત્યારે બીજા બેટ્સમેનને ત્રણ મિનિટની અંદર ક્રીઝ પર આવવું પડે છે. જો તે સમયસર ન પહોંચે અને વિરોધી ટીમ અપીલ કરે, તો અમ્પાયર તેને ‘ટાઈમ આઉટ’ જાહેર કરી શકે છે. આ નિયમનું ઉલ્લંઘન કરીને આઉટ થનાર શકીલ પાકિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બન્યો અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં આ રીતે આઉટ થનાર માત્ર સાતમો બેટ્સમેન બન્યો હતો.
Just got word that Saud Shakeel was asleep as the match was being played due to its odd timings and didn’t get up in time when it was his turn to bat… So the umpires declared him timed out. Only the 7th batter in FC history to be timed out.
Gotta love this sport. https://t.co/8xulJhqMMB pic.twitter.com/eZA3YHjNyS— The Stats Kid (@TheStatsKid1523) March 5, 2025
શકીલના ટાઈમ આઉટ થયા પછી, મેદાનમાં આવનારો બીજો બેટ્સમેન ઈરફાન ખાન હતો, પરંતુ શહઝાદે તેને પહેલા જ બોલ પર આઉટ કરીને તેની હેટ્રિક પૂર્ણ કરી. આ પછી, SBPનો સ્કોર 128/1 થી ઘટીને 128/5 થઈ ગયો, જેના કારણે ટીમ દબાણમાં આવી ગઈ અને મેચનો માર્ગ સંપૂર્ણપણે બદલાઈ ગયો.
આ પણ વાંચો: ગૌતમ ગંભીરના 4 મોટા નિર્ણયો, જેના માટે તેની ટીકા થઈ, હવે તે જ નિર્ણયો જીતનું કારણ બન્યા
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો