Sunil Gavaskar B’day: સચિને જેમને જોઈને પકડ્યુ બેટ, તેમને ખાસ અંદાજમાં જન્મદિવસની આપી શુભકામના

|

Jul 10, 2023 | 5:13 PM

સચિન તેંડુલકરે ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. સચિને દિલની વાત ટ્વિટર પર લખી હતી અને એક યાદગાર ફોટો પણ શેર કર્યો હતો.

Sunil Gavaskar B’day: સચિને જેમને જોઈને પકડ્યુ બેટ, તેમને ખાસ અંદાજમાં જન્મદિવસની આપી શુભકામના
Tendulkar and Gavaskar

Follow us on

વિશ્વના મહાન બેટ્સમેનોમાં એક સુનીલ ગાવસ્કર આજે પોતાનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ગાવસ્કરના જન્મદિવસે ક્રિકેટના ભગવાન અને મહાન ખેલાડી સચિન તેંડુલકરે તેમના આદર્શને શુભકામના પાઠવી હતી. લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે Tweet કરીને ખાસ મેસેજ લખી શુભેચ્છા પાઠવી હતી.

સચિને ગાવસ્કરના અનેક રેકોર્ડ તોડયા

ગાવસ્કરે તેની ક્રિકેટ કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા જેમાંથી મોટાભાગના સચિને તોડી નાખ્યા હતા. ગાવસ્કર એવા બેટ્સમેન હતા જેમણે પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. આજના સમયમાં માત્ર ટેસ્ટમાં જ નહીં પરંતુ વનડેમાં પણ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. ટેસ્ટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ પણ ગાવસ્કરના નામે હતો, જેને સચિને તોડ્યો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

સચિનના આઈડલ છે ગાવસ્કર

હાલમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમણે સચિનને ​​જોઈ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને સચિનને પોતાનો આઈડલ માને છે. એ જ રીતે સચિન પણ ગાવસ્કરને પોતાનો આદર્શ માને છે. ગાવસ્કરને અભિનંદન આપતાં સચિને ટ્વીટ કર્યું હતું કે તે ગાવસ્કરને પોતાનો આદર્શ માને છે અને તેમની જેમ બેટિંગ કરવા માંગે છે. ગાવસ્કરને જોઈને સચિન ક્રિકેટ શીખ્યો અને મહાન બેટ્સમેન બન્યો. ગાવસ્કરની જેમ સચિનનું નામ સર્વકાલીન મહાન બેટ્સમેનોમાં લેવામાં આવે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ સિરીઝમાં કરી કમાલ

સુનીલ ગાવસ્કરે માર્ચ વર્ષ 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે સમયની વેસ્ટ ઈન્ડિઝની ટીમ ખૂબ જ મજબૂત અને ખતરનાક માનવામાં આવતી હતી. આ ટીમમાં એન્ડી રોબર્ટ્સ, માઈકલ હોલ્ડિંગ, જોએલ ગાર્નર જેવા બોલર હતા, જેમના નામથી બેટ્સમેન ધ્રૂજતા હતા. તેમની સામે ગાવસ્કરે પોતાની ડેબ્યૂ સિરીઝમાં એવી બેટિંગ કરી કે તે વર્લ્ડ રેકોર્ડ બની ગયો. ગાવસ્કરે ચાર મેચની આ ટેસ્ટ શ્રેણીમાં 774 રન બનાવ્યા હતા. આ તેની ડેબ્યૂ સિરીઝમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન હતા.

આ પણ વાંચો : Sunil Gavaskar Birthday: સુનીલ ગાવસ્કરે પોતાની બેટિંગથી કર્યા હેરાન, પોતાના ખેલાડીને જ ‘અપશબ્દો’ કહેવા લાગ્યો ઇમરાન ખાન

ગાવસ્કરની શાનદાર કારકિર્દી

સુનીલ ગાવસ્કરે ભારત માટે 125 ટેસ્ટ મેચ રમી હતી અને 51.12ની એવરેજથી 10,122 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગાવસ્કરે 34 સદી અને 45 અડધી સદી ફટકારી હતી. જ્યારે ODIમાં ગાવસ્કરે 108 મેચ રમી હતી અને 35.13ની એવરેજથી 3092 રન બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article